એ જ શબ્દો મને ગમે છે, જે લાગણીને રજૂ કરે છે.

મુખ જોઈને મોહબ્બત ન થાય,
પણ હૃદય જોઈ હેત જરૂર થાય.

આ તો શબ્દો છે સ્નેહના 'મીત'
તે વાંચીને પ્રીત તો જરૂર થાય.

કલ્પેશ 'મીત'

Read More

પ્રેમમાં દરેક વ્યક્તિ સફળ થતા નથી,
ને દરેકને મનપસંદ સાથી મળતા નથી.

મારાથી તો ઘણા લોકોને થાય છે પ્રેમ,
પણ મને થાય પ્રેમ એ મને મળતા નથી.

કલ્પેશ 'મીત'

Read More

एक सुकून सा मिलता है..तुझे सोचने से भी,
फिर कैसे कह दूँ... मेरा इश्क बेवजह सा हैं!

શબ્દોથી વધારે તો મૌન તકલીફ આપે છે,
એ અહીં મૌન રાખનારને કોણ સમજાવે?

કલ્પેશ 'મીત'

જે ઘરમાં સ્ત્રી સ્વતંત્ર રીતે હસી શકે છે,
તે જ ઘરમાં સુખ દોડીને આવે છે.

આજ નથી મારો એ સમય,
કાલ ફરી આવશે એ સમય.

કલ્પેશ 'મીત'

શબ્દોના પ્રેમમાં પડયો છું,'હું' તારા થકી,
જો તું કહે 'પ્રેમી' તો ગમે આ શબ્દ થકી.

કલ્પેશ 'મીત'

શબ્દોમાં જો તને શોધું તો તું નિબંધ છે, 
કાવ્યમાં તને શોધું તો તું કાવ્યસંગ્રહ છે.

લેખમાં તને શોધું તો તું વિશાળ ગ્રંથ છે,
ને મારામાં જો તને શોધું તો તું સ્વયં છે.

કલ્પેશ 'મીત'

Read More

આ સમુદ્રને કયાં ખબર છે?
કે કોઈ એની પણ દિવાની છે.

કલ્પેશ 'મીત'