મુખટા પાછળ સાંધા તેર છે .
વિક્ષિપ્ત ચેહરા ની કિંમત શૂન્ય છે.

દર્દના બજારમાં ખુશીઓ વેચાય છે.
વેચનાર જ માત ખાઈ છે.

જિંદગીની રમતમાં અંગત સામે યુદ્ધ છે.
પાર્થનો સાથી નટખટ છે.

કોહવાયેલા સબંધમાં લીલાશ જાજેરી છે.
નિસ્વાર્થ ની મિસાઈલ ક્યાં સાચી છે !

નાસમજની જ માંગ વધારે છે.
બનેલા પંડિતો જ નઠારા છે.

સમજદાર ના સપનામાં ગાબડું છે.
જાત સાંધનાર ની કમી છે.

કહેવાનો સમય નીકળી જાય છે.
ઘડી ના પાકટ સાથે શબ્દો ખરી જાય છે.

અહીંયા ધ્યાનથી વાંચજો વિશ
પ્રકાશમાં પ્રકાશ ક્યાં કળાય છે!

Read More

જ્યારે સમયની એરણ ફરી વળે
ત્યારે જરૂરી નથી બેનમૂન કૃતિ જ બને
ક્યારેક વિખેરાયેલા ટુકડે ટુકડાં જીવંતતા સર્જે છે ...

Read More