New beginning...

સંબંધોનું કેવું છે નઈ.!?
યાદ કરો તો યાદગીરી,
ભૂલો તો ભૂલ છે નઈ.!?

કૃષ્ણના માર્ગે ચાલી કર્મ ફળ હું મેળવું છું,
જેવો છું એવો લાગણીઓ હું કેળવું છું.

અંધારું પણ વહાલું લાગ્યું,
તારો હાથમાં હાથ હતો,
આ જીવનમાં આજીવન મળ્યો,
તારો અણમોલ સાથ હતો.

સવારમાં નિરખી એને હું જીવંત થઈ ગયો,
નવજીવનની શરૂઆત કરવા ફરી લાગી ગયો.

ઉકળાટ મનમાં હતો કે હતો વાતાવરણમાં.!
જે પણ હોય એ શમ્યો તારા આલિંગનના આવરણમાં.

કેમ ના વિખેરાઉં હું.!?
સમેટવા સારી વાતો નથી.!
ફરિયાદ વગરની કોઈ યાદો નથી.!

સમજાઈ ગયું કે મારી જ ભૂલ હતી,
એટલેજ અંત થાય મારો એ વાત કબૂલ હતી.