હું કોઈ અનુભવી લેખક નથી પરંતુ ૧૫ વર્ષ ની ઉમર થી લખું છું. ભણવા માં અત્યંત રુચિ પેલે થી જ રહી છે. આજે એક સોફ્ટવેરે ડેવલપર છું. પણ લખવાનો શોખ એવો જ છે જેવો પેલા હતો કદાચ વધ્યો હોય એવું લાગે છે. મોટીવેટે કરતું લખાણ લખવું ગમે છે. ગાંધી ના વિચારો ને માન આપું છું.

વિશ્વ મહિલા દિવસ ની શુભેચ્છાઓ..
નામ લખવા બેસીસ તો ઘણી સ્ત્રીઓ રહી જશે... એટલે ખાલી એટલું જ કહીશ મહિલા દિવસ ની ઉજવણી કરો ત્યારે બસ સ્ત્રી છીએ તો સ્ત્રી ને મદદ કરીએ. એની તકલીફ માં જોડે રહીએ. સ્ત્રી ને સાથ આપીએ. કોઈ લડત ની જરૂર નથી બસ એક હાથ ની જરૂર છે. એક સહારા ની જરૂર છે. એક મહિલા થકી બીજી મહિલા ને મદદ એજ સાચો વુમન ડે.?
#સાથી

Read More

ક્યારેક એમ થાય કે પ્રેમ નો કોઈ દિવસ ના હોય. ગુલાબ આપવા કઈ રોઝ ડે ની રાહ ન જોવાય.પણ ક્યારેક એમ થાય કે આ બધા દિવસો ઉજવવામાં ખોટું પણ શું છે! કોઈ કેશે કે આ બધું વિદેશી સંસ્કૃતિ નું અનુકરણ છે. પણ આપણે ત્યાં ને એમને ત્યાં માં ફરક એટલો જ કે આપણે લાગણીઓ ધરાવીએ પણ બતાવીએ નહિ. એ લોકો આવા તહેવાર ઉજવી લાગણીઓ બતાવે. આપણે એમ વિચારીએ કે એક ફૂલ આપીએ તો જ પ્રેમ જળવાય! પણ ક્યારેક એક ફૂલ આપી ને તો જુઓ. ?
#expresslove

Read More

ક્યારેક જીવનમાં બધું જ મળે તોય કઈક કમી રહી જાય ને ક્યારેક જે મળે એમાં જ સંતોષ સર્વોપરી થઈ જાય.

અમે સ્નેહ ઓછો આપ્યો,
એની વાત ન કરશો...
એય ઝરમર વરસીને ગયા,
ધોધમારની વાત ન કરશો...

Happy birthday Shefali...

મારી જીગરી.. ઉંમરમાં મારાથી આમ તો ઘણી મોટી.. પણ તું કહી ને બોલાવી શકાય એવો અમારો સબંધ.. દોસ્તી માં વળી ઉંમર શુ હોય! જે વ્યક્તિ દિલ જીગર ને ગમી જાય એ જીગરજાન બની બસ ત્યાં જ વસી જાય. જીગરી શબ્દ જ બહુ અંગત માટે વપરાય.. આતો એથીય અંગત.. કઈક પાછલા જનમના ઋણાનુબંધ હશે એટલે એ મારી સગી બની ને નહિ પણ વ્હાલી બની ને આવી. ફરીથી happy birthday જીગરી...

Read More

કોમેડી.. હાસ્ય.. અમુક વ્યક્તિને મળીએ તો પરાણે હસવું ન પડે. એ વ્યક્તિત્વ જ એવા હોય કે આપણે આપણું દુઃખ ભૂલી હસી જ દઈએ. આમ તો ઈશ્વર ઘણાને બહુ સારા એવા સેન્સ ઓફ હ્યુમર થી નવાજે છે. પણ એનો ઉપયોગ કરતા ઓછા ને આવડે. કોઈ પડતું હોય ને એને પાટુ મારતા હોય એવું હ્યુમર ન વાપરીએ તો જ સારું ગણાય. બાકી પડનાર ને ઝીલી લે એવુ હ્યુમર ખરેખર કાબિલે તારીફ કહેવાય.

Read More

ડિપ્રેશન... એક એવી અવસ્થા જેમાં માણસ જાણે અજાણે ક્યારે સરકી જાય એનો ખ્યાલ જ નથી રહેતો. મનથી જ હારી જશુ તો જીતીશુ ક્યારે! કોઈ પણ સમસ્યા કે પરિસ્થિતિ કાયમી હોતી જ નથી. હા, તકલીફ આવે એટલે મુંઝાઈ જઈએ , વિચારો માં સરી પડીએ આ બધું સ્વાભાવિક છે. પણ એમાંથી બહાર નીકળી ફરી નવી શરૂઆત કરવી એને જ જીવન કહેવાય ને!

આનો એક શ્રેષ્ઠ ઉપાય કહું. બહુ એકલા કે એકાંત માં ન રહેતા મિત્રો કે સ્નેહી ઓ સાથે રહો. દુઃખી હોવ તો કોઈ અંગત ને કહી ને જરા હળવા થઈ જાય. રૂમ બંધ કરી મુક્ત મને રડી લો. ભૂલી ના શકો તો એટલા વ્યસ્ત થઈ જાવ કે યાદ કરવાનો સમય જ ન મળે. સતત પ્રવૃત્તિમાં રહો. આનંદ આવે, જેમની જોડે હસી શકાય એવા મિત્રો બનાવો. નેગેટિવ માણસો થી અંતર વધારી લો. આમ તો મંત્ર નહિ મહામંત્ર કહું... વ્યસ્ત રહો, મસ્ત રહો.

Read More

અનહદ, અંગત ને અતિશય આ ત્રનેય દુઃખનું કારણ બને છે. પણ લાગણીઓ તોલીને કોઈ કોઈને આપી શકે નહીં. ને તમે દુઃખી સુખી થાવ એ તમારી જવાબદારી છે. બીજા કોઈ ની નહિ. ઘણી વખત બોલી દેવું કોઈ સોલ્યુશન નથી હોતું. નથી કે મૌન રહેવું. ક્યારેક સોલ્યુશન આત્મમંથન જ હોય છે. સ્વ પર કામ કરો.

Read More

આપણ ને વાતે વાતે આદત પડી ગઈ છે કોઈ ની સલાહ લેવાની. કઈક મુંઝવણ ઉભી થાય તો તરત કોક ને મેસેજ કે કોક ને ફોન કરી દીધો. બસ આપણ ને એમ લાગે છે કે આપણા કરતા આપણ ને એ વ્યક્તિ વધુ ઓળખે છે. બની શકે. અમુક અંગત લોકો તમને બહુ સારી રીતે ઓળખતા હોય પણ તમને તમારા થી વિશેષ કોઇ ઓળખતું નથી. તમારા થી વધુ તમને સાચી સલાહ કોઇ નહિ આપી શકે. તમારી પરિસ્થિતિ તમારા સિવાય બીજું કોઈ જાણતું નથી. તમે જ તમારી મદદ કરી શકવાના. પોતાના પર વિશ્વાસ રાખો ને આગળ વધો.

Read More