reading is my hobby

દુનિયા આખી નિહાળવાની ક્યાં અભિલાષા છે.
ચહેરો તારો મારા નયનની માતૃભાષા છે.

🌹 આનંદ🌹

સુણી સુર મોરલીનાં તારી,
મળવા મન બહાવરૂ બને.

સમરૂ છું હું નિત્ય તને,
ક્યારે તુ આવીને મળે.

નીરખ્યાં કરૂ હું બસ તને,
સુંદર તારી ઝાંખી મળે.

હવે નાં કાંઇ નજરે ચડે,
આનંદ આઠે પ્રહર મળે.

Read More

दूरियां कहां मायने रखती है, जब नजदीकियां रूह से हो!...

અંતરે રહેવા છતાં અંતરમાં વસે તું જ નિરંતર....

દેવો ના એ દેવ છે, મહાદેવ કહેવાય,
બ્રહ્મા ,વિષ્ણુ, મહેશ ત્રીદેવ પૂજાય.

હિમાલયે બિરાજતા કૈલાસના નિવાસી,
શિર પર બાંધી જટામાં ગંગાને સમાવી.

ૐ નમઃ શિવાય મંત્રજાપે થતા એ રાજી,
સૌથી ભોળા દેવ એવા એ પિનાકપાણિ

મહામાસ કૃષ્ણપક્ષે ત્રયોદશી ની રાત્રી
કૃપા ફળે મહાદેવની જાપ જપે શિવરાત્રી.

Read More

વસંતની વેદના ને કહો પાનખરને જઇને પૂછે,વર્ષાને રડતી જોઇ તડકો પણ ઠરી જાય છે....