માતૃભારતી પર રાકેશ ઠક્કરની ૪૮ પ્રકરણ સુધી ચાલેલી નવલકથા રેડલાઇટ બંગલોના ૧.૮૫ લાખથી વધુ ડાઉનલોડ થઇ ચૂક્યા છે ત્યારે નવી નવલકથા "લાઇમ લાઇટ" ને આથી વધુ પસંદ કરવામાં આવી છે. એક રહસ્યમય રૂપાળી યુવતીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની વાતો કરતી અને આ ક્ષેત્રના રાજકારણ, કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને જકડી રાખશે એવી ખાતરી છે.

ક્ષણિક જો હોય તો,શું અર્થ છે એનો ?
સહજ,આનંદ અપરંપાર માગું  છું.
ડૉ.મહેશ રાવલ
#આનંદ

જેને ઉદાસી માની બેઠા છો,
“આનંદ” ની એ ક્ષણ હોઇ શકે.
વિનોદ નગદિયા (આનંદ)
#આનંદ

થૈ ભેગાં સૌ ‘આનંદ’ કરીએ,
સાવ મફત વ્હેંચાય છે.
‘આનંદ’
#આનંદ

ડાબા જમણી ગયા વિના આ વચમાં રહેવું અઘરું,
નટના જેવું કામ આ તો ધ્યાન અને છે તપનું.
— ઇન્દ્ર શાહ
#કામ

નામ મારું ગૂંથીને આપ્યો હતો એમણે રૂમાલ;
આજ એ જ આંસુ લૂંછવાને મને કામ આવ્યો.
નટવર મહેતા
#કામ

જે તારા દોસ્તો તારા સુખોની નોંધ રાખે છે,
તને એ તારા દુ:ખમાં કામ આવે તો મને કહેજે…
અદી મિરઝા
#કામ

જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?
– શૂન્ય પાલનપુરી
#કામ

મન વિચલિત થાય ત્યારે ખોટો નિર્ણય લેવાની સંભાવના વધી જાય છે.
#વિચલિત

હ્રદયમાં જો પ્રેમ અને શાંતિનો ભાવ હોય તો કોઈ ઘટના આપણાને વિચલિત કરી શકે નહીં.
#વિચલિત