કેમ છો મિત્રો..! હું પ્રિયંકા પટેલ, અમદાવાદી. આમ તો હું કોમર્સની વિદ્યાર્થી છું પરંતું મને કળા અને સાહિત્યમાં રુચિ વધારે છે. વાંચન મારો શોખ છે અને એ શોખમાંથી ક્યારેક કોઈ કોઈ વાંચનના વિચારોનો પડઘો શબ્દોરૂપે લખી લઉં છું. મારું લખાણ હજું નાનાં બાળક જેવું છે.નિર્દોષ પણ અનુભવ વગરનું. મારા લખાણને માતૃભારતી જેવી વિશાળ ફલક ધરાવતી સાઈટ પર મુકવાનો મોકો મળ્યો એ જ મોટું સૌભાગ્ય છે. ગુજરાતી ભાષામાં મારા ભાંખોડિયાં સમાં વિચારો લખવાનો પ્રયત્ન કરતી રહીશ.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.

– વાસી અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ )

Read More

કાં ફરો ઓળખનો ખોટો ભાર લઈ?  
પ્યાર લઈ નીકળો, પ્રવાસી! પ્યાર લઈ!  

જે બધા બેઠા અહીં દરબાર લઈ 
એ નથી જીવી શક્યા ઘરબાર લઈ

જેમને મંઝિલ ગણી સ્થાપ્યા હતા 
એ ગયા, ત્યારે ગયા પગથાર લઈ   

પ્રેમથી એણે વળાવીને કહ્યું    
નીકળી જા! યાદ બસ બેચાર લઈ 

ખુશ હતો, હળવો હતો, હસતો હતો 
ક્યાં હું બેઠો હાથમાં અખબાર લઈ!  

પ્રકૃતિ જ્યાં પાંગરી-ના પાંગરી 
માણસો આવી ગયા ઓજાર લઈ 

એ પૂછે છે પગના છાલાનો મિનિંગ   
પુત્ર જે રખડે પિતાની કાર લઈ

-રઈશ મણિયાર

Read More

હવે એ વાત પર તારી, બધો આધાર રાખે છે
સજાવે વાંસળી હોઠે કે તું હથિયાર રાખે છે

જુઓ હરખાય છે ઘડપણ ધરીને બાળપણ ખોળે
કે સુક્કી ડાળ પણ જાણે લીલો શણગાર રાખે છે

હજી પણ પાતળા કપડાં થી સૂરજ ને એ હંફાવે
હજી મારી મા,પાલવ એટલો દમદાર રાખે છે
 
ઉપર બેસીને કાયમ પારખાં તારે જ કરવાનાં? 
તને પડકારવાનો કવિઓ પણ અધિકાર રાખે છે

નહીતર સાવ અમથું પારણે મલકે નહીં બાળક?
કુણી પાંપણ ની અંદર એ અલગ સંસાર રાખે છે. 

કરી જો દિલનાં ઉંડાણેથી તારી વાત ઈશ્વર ને
એ ક્યાં લોબાન કે શ્રીફળ ની યે દરકાર રાખે છે. 

ચમનમાં ફૂલ ખીલ્યાની ખબર થી આવ્યા ભમરાઓ, 
મને લાગે છે ઉપવન પણ હવે અખબાર રાખે છે. 

વિપુલ માંગરોળીયા ( વેદાંત )

Read More

 #THANKYOUTEACHER
                           જાની સર, ધોરણ ૧૦નાં મારા કલાસ ટીચર અને અંગ્રેજી વિષયના સર. જ્ઞાતિએ બ્રાહ્મણ અને ગાયત્રી માતાના પરમ ઉપાસક.જો ક્લાસમાં કોઈ વિદ્યાર્થીનો બર્થ-ડે હોય તો તેનાં ઉજળા ભવિષ્ય માટે ૧૧ ગાયત્રી મંત્ર ક્લાસનાં વિધાર્થીઓ પાસે અચૂક બોલાવડાવે અને સાથે એ પણ બોલે. અંગ્રેજી ઉપર એમનું જબરું પ્રભુત્વ. અંગ્રેજી ગ્રામર એટલું સરળતાથી સમજાવે કે ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી પણ સરળતાથી સમજી શકે. સ્વભાવે સરળ,શાંત અને ભાગ્યે જ ગુસ્સે થતાં એ.શિસ્તના કડક આગ્રહી અને પ્રેમાળ પણ એટલાં જ. મારા માટે જાની સર હંમેશા પ્રેરણારૂપ રહ્યાં છે. જીવનમાં જે કાંઇ પણ હું તેમની પાસેથી શીખી છું એ માટે સદાયને માટે હું એમની ઋણી રહીશ. 

Read More

                    મારા માટે કૃષ્ણ હંમેશા એક મિત્રની જેમ રહ્યાં છે.મિત્ર જેમ આપણાં સુખ-દુઃખમાં એક સાથીદારની જેમ હંમેશા આપણી સાથે જ હોય છે તેમ કૃષ્ણને પણ મેં મારા જીવનની દરેક પરિસ્થિતિમાં મારી નજીક હોવાનો અનુભવ કર્યો છે.દરેક કાર્યની સાથે કૃષ્ણને હું હરપળ મારી સાથે હોવાનો અનુભવ કરું છું.દુઃખમાં સૌથી પહેલા કૃષ્ણ યાદ આવે છે તેમજ સુખમાં પણ એની યાદ દિલમાં સાથે હોય છે.એ એક જ છે જે મારી સૌથી નજીક છે.મને જીવનમાં ક્યારેય એકલા હોવાનો અનુભવ નથી થયો કારણ કે મારો કૃષ્ણ હંમેશા મારી સાથે હોય છે.કૃષ્ણ મારી સાથે હસે છે,રડે છે અને જરૂર પડે ત્યારે મને સાંત્વના પણ આપે છે.

Read More

ભારત સ્વતંત્ર થયે ૭૧ વર્ષ થઇ ગયા.અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી મુકત કરવા પાછળ દેશ વાસીઓએ ઘણાં બલિદાનો આપ્યા છે, ઘણાં દેશ ભક્તોએ પોતાની જાન કુરબાન કરી છે ત્યારે આપણને આ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. આજના દિવસે સૌ ભારતવાસીઓએ આપણી આ આઝાદીનું દિલથી મૂલ્ય સમજવું જોઇયે. આજનું યુવા ધન પોતાનો મોટા ભાગનો સમય મોબાઇલ પાછળ વેડફે છે તેમજ સત્યતા ચકાસ્યા વગર ખોટા મેસેજીસ ફોરવર્ડ કરે છે. હું આજના દિવસે એ પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા સમયનો સદુપયોગ કરીશ અને ફાલતુ મેસેજીસ પાછળ મારો સમય વેડફયાં વગર મારા તેમજ દેશના વિકાસમાં ફાળો આપવાનો પ્રયત્ન કરીશ. આ સ્વતંત્રતાનું મારે મન ઘણું મૂલ્ય છે. 

Read More

નિધિ અને નિહાર,સ્વભાવથી બન્ને સાવ વિપરીત,નિધિ એક્દમ અલ્લડ અને નખરાળી,વાતે વાતે એના નખરા હોય,અને એ નખરા એનો બેસ્ટ ફ્રેન્ડ નિહાર જ સહન કરી શકે.સામેની બાજુએ નિહાર એકદમ શાંત અને એની ઉંમર કરતાં અનેક ગણો મેચ્યોર.બન્નેને એક દિવસ પણ એકબીજા વગર ના ચાલે,આખો દિવસ બન્ને વચ્ચે મસ્તી-મજાક ચાલે.નિધિ તરફથી નિહાર સાથેની દોસ્તી માત્ર પ્યોર ફ્રેન્ડશીપ જ હતી,પણ નિહાર,નિધિને ધીરે ધીરે પસંદ કરવા લાગ્યો હતો પણ એને ડર હતો કે જો એ નિધિને એના દિલની લાગણીઓ વિશે કહેશે તો નિધિને એક મિત્ર તરીકે પણ ખોઈ બેસશે.તેથી તેણે નિર્ણય કરી લીધો, 'Friendship is better than Love'.

Read More

ભૂંસાઈ ગયેલી યાદો

waiting for next part..
https://www.matrubharti.com/book/19858277/

શાપિત હવેલી

Curious to know what happens next now...
https://www.matrubharti.com/book/19857745/

કવિની કલ્પના - 3

keep it up...
https://www.matrubharti.com/book/19857319/