ક્ષણે-ક્ષણે તુજને મુજમાં ભરી લઉં છું આમ જ સ્મરણ સંગ વિસ્તરી લઉં છું જયારે -જયારે આંખ ઉભરાય છે ને તારી યાદમાં, આંખોને બંધ કરી લઉં છુ.

સુંગધ મળી જ જાય
જો ફૂલ પ્લાસ્ટિકના ના હોય તો,
સ્નેહ જડી જ જાય
જો હદયભાવ કૃત્રિમ ના હોય તો.

પદમાક્ષી

શિવ

શિવશંકર ભોળાનાથ ,પ્રભુ! તું દર્શન અમને દેજે રે
દયાસાગર દિનાનાથ પ્રભુ! તું દર્શન અમને દેજે રે.

શિવ કષ્ટહારી, શિવ જટાધારી
મસ્તકે  વહે ગંગાવારિ,
પાર્વતીપતિ,શિવરાય પ્રભુ! તું દર્શન  અમને  દેજે રે.

કંઠે વિષ ધર્યું જન જન કાજે
સંભાળે વિશ્વને ભવ વાટે,
ત્રિલોચન, તારણહાર પ્રભુ! તું દર્શન અમને દેજે રે.

જે આરાધે તને ધ્યાન ધરી
અજવાળે અંતર જ્ઞાન ભરી,
ડમરું,ત્રિશૂલ ધરનાર પ્રભુ!તું દર્શન  અમને દેજે રે.

પટેલ પદમાક્ષી
વલસાડ

Read More