સ્વાગત ! સ્વાગત છે આપનું, અહીં આ શબ્દો ની શોધ માં ! લાગણીએ રચ્યું છે અહીં કાપડું, કંડોરવા કલમ ને સાથ માં ...... ️ @poet ️ @Writer ️ @Philosopher ️ @Shayar @artist @painter @pharmacist

no smoking day

સિગારેટ કરે વાત
આપણો છે વટ

ફેશન ને પછી લત
મોત બોલાવે ઝટ

ધુળેટી

ચપટી અબીલ ની ગાલે ઉડાડી
પિચકારી એ કલર ની વાટ પકડી

ગેરું ની ગૂણ માંથી મુઠ્ઠી ભરી
હથેળી એ હવા ને રંગીન કરી

ફાગણિયા ના ફાગ ને ઝીલી
કેસૂડા એ બાલટી ભીંજવી

કેસરી પીળો લાલ ને ગુલાબી
કેટકેટલાય રંગો માં છે ધૂળેટી

Read More

હોળી _ હોલિકાદહન

શેરીએ શેરીએ ઉઘરાવ્યાં બે છાણાં
ફાગણી પૂનમે ચોરે થાય બધા ભેગા

કપૂર ખજૂર દાળિયા ધાણી ને મમરા
હાથ માં પૂજા ની થાળી ને તાંબા ના લોટા

ભૂલકાં ની 'વાઈળ' કે નવવધૂ ના ઓરતાં
પ્રગટેલ છાણાં માં હોળી ની કરે પ્રદક્ષિણા

હોલિકાદહન માં શ્રીફળ ના પ્રસાદ ની પ્રથા
સાથે ઉજવે પ્રહલાદ ની પ્રભુભક્તિ ની કથા

Read More

ચહેરો... એક મુખોટું

#ચહેરો

ચહેરા, તારે શી પેરવી નકાબ ?
તું તો ખૂદ જ છો એક જનાબ !

તારી લત ને શું શોધવો જવાબ.
તું તો ખુદ જ છો એક શરાબ !

તારી ગેરહાજરી કરી દે બેબાક.
ચહેરા, તારે શી પેરવી નકાબ ?

Read More