શ્રી જયશ્રી પટેલ ભરૂચ નિવાસી .અભ્યાસ એમ.એ.કવિતા તેમજ નાની ટૂંકી વાર્તા લખવી ને વાંચવી ગમે.

તૃષા...

દોડ્યો હું તૃષા પાછળ
પણ સાને છીપશે તૃષા?
એનાથી અજાણ હું માનવી!

દીશાહીન જીવન મારૂ છે,
દોડતા દોડતા લાગે થાક ને,
બેઠો વિશ્રામ કરવા ત્યાંજ..!

જ્યાં ને ત્યાં થયો ઠરીઠામ,
હું માનવી ત્યાં નો થયો ને,
“તૃષા” ન છીપી આત્માની..!

પ્રભુ પ્રાથુ હું દીશા સાચી સીંચી,
મુજ અબુધ ને જરૂર માર્ગ ચીંધજે,
મુંજ આત્માની તૃષાથી
તું નથી ને અજાણ?
આ ભવ તુજ ભેટ,
“મોક્ષ” ની “તૃષા”..!
તુજ સંતોષે..તું જ સંતોષે!

જયશ્રી.પટેલ
૪/૧૨/૧૮

Read More

સફર -૬
ભાગ-૬ (આગળ)

જુઆન ધીરે ધીરે સારો થતો જતો હતો,ડોક્ટરની મંજૂરી થી ઓફિસ માં બે કલાક જતો થયો હતો.તેણે જોયું કે પોતાની ગેરહાજરીમાં દર્શીએ ઓફિસના સ્ટાફનું ને સાથે સાથે ધંધાનું ધ્યાન યોગ્ય રીતે પૂર્ણ કર્યુ હતું .બધાજ દર્શીના વખાણ કરતા થાકતાજ નહિ.ત્યારે તેણે દાદીને પોતાના મનની વાત કરી .દાદી એ તેના મા બાપ ને સોહના માતા પિતાને વાત કરી.બધાજ ખુશ હતા,પણ દર્શી તો બીજાજ કાર્યમાં લાગી હતી.તેનુ મન સદામાં અટક્યું હતું.તેણે તો સદાને દત્તક લેવાની બધીજ તૈયારી કરી દીધી હતી.દર્શી જ્યારે જ્યારે જુઆનને મળતી તો જુઆન હિમ્મત ભેગી કરતો પણ તેના તેજ સામે જાંખો પડી જતો ,કંઈજ બોલી સકતો નહિ.એક સાંજે તે દર્શીને લઈ જ્યા સોહનો અકસ્માત થયો હતો ત્યા લઈ આવ્યો,બે ધડી દર્શી ધડકન તેજ થઈ ગઈ .શ્વાસ અટકી ગયો.જુઆને હિમ્મત કરી કહ્યું ,”દર્શી જેટલી તાકત હોય તેટલી તાકાત થી સોહ ને બોલાવ.”
દર્શી વિચારમાં પડી કેમ જુઆન મને આવું કહે છે?
થોડીવાર પછી તે ચાલવા લાગી,ફરી જુઆને એને એજ કહ્યું .તેણી ના મનના ભાવ ને વિચારે વેગ પકડ્યો ને તેણીએ જોર જોરથી ચિલ્લાવા માંડ્યું ,”સોહ પાછો આવીજા....”નહી નહીતો વીસ પચ્ચીસવાર પછી તે ખૂબ જ રડી.જુઆને તેને પોતાની બાહોમાં લઈ ને એની પીઠ થપથપાવી ને શાંત કરી.કેટલાય વરસોનો ભાર જાણે હળવો થઈ ગયો.હૃદયના ખૂણો જે ભાર તળે દબાયેલો હતો તે ભાર ને પ્રતિસાદમાં ડૂબી ગયો.વમળ ચક્ર ફરી જાણે હાંફી ગયું .જુઆને એ હથેળીને સ્પર્શી કહ્યું ચાલ પાછા જઈએ.દર્શીએ પોતાના હાથને એ સ્પર્શથી પલડવા
દીધો..એક જગ્યાએ તે બેસી ગઈ ને જુઆનને બેસાડી બોલી મારા વૃધ્ધ ચાર મિત્રો નું શું...? જુઆને કહ્યું ,”તું ધરે આવ તો તને કહુ.” બન્ને ઘરે પહોંચ્યા તો ત્યાં શાંતિ હતી.જુઆનના ઘરના બગીચામાં સુંદર સજાવટ કરવામાં આવી હતી.સામેના ગેસ્ટહાઉસમાં અંધારૂ હતું .ત્યા પહોંચતા પહોંચતા ધીરે ધીરે પ્રકાશ ફેલાવા લાગ્યોને
દરવાજા ખૂલ્યા ત્યાં ચારે વૃધ્ધો ને પાંચમા અંજુદાદી બેઠા હતા.જુઆનને બધા જ વળગી પડ્યા.દર્શી આ દ્રશ્ય જોઈ
ભાવુક થઈ ગઈ. તેણીએ જુઆનને આંખોથી આવકાર્યો.
બન્ને જણે નક્કી કર્યા મુજબ જાહેર કર્યુ કે બન્ને સાથે રહેશે પણ મિત્ર બનીને ,વડીલો થોડા મુંઝાયા.પણ તે મંજૂર કરી તેઓ એ ગેસ્ટ હાઉસમાં રહેવાની મંજૂરી બતાવી.બીજે દિવસે સવારે જુઆને ત્યા જ નાસ્તો કર્યો.
તે અને દર્શી સાથે પોતપોતાની ઓફિસે જવા નીકળ્યા.
સાંજે સાથે પાછા ફર્યા ત્યારે ગેસ્ટહાઉસ શણગારેલું
હતું .દર્શી નો જન્મદિવસ હતો.તે તો ફરજો ને સેવામાં ભૂલી જ ગઈ હતી.તેને તૈયાર થઈ આવવા કહી દાદી કામે વળગ્યા .દર્શી નીચે ઉતરી તો સુંદર સાદા ક્રીમ ટોપ અને નીચે સુંદર મરૂન પ્લાઝો પહેર્યો હતો.જુઆાન થોડા કાગળિયામાં ઉલઝ્યો હતો.પોલીસ આવેલી હતી.જુઆને દર્શીને બોલાવીને કાગળિયા પર સહી કરવા કહ્યું .દર્શીએ કાગળિયા પર નજર ફેરવી તો એ કાગળિયા પર એક દસ વરસના બાળક ને દત્તક લેવા માટે નું કરારપત્ર હતું .બાળકનું નામ ઓફિસયલી લખાયું હતું “*સોહ દર્શી મહેતા*.દર્શી મૂક થઈ ગઈ.બાળક બીજું કોઈ નહિ સદા હતો...તેની સફર નો આ વળાંકે તેને *માતા* બનાવી દીધી હતી.જુઆનની આ ભેટે તેને તેની
જિંદગીની *સફર*નો મોટી ઉડાન ભરાવી દીધી હતી.
ઘરની બહાર બગિચામાં સોહ વિમાન ઉડાવી રહ્યો હતો.
જાણે જિંદગી ની *સફર*નો નવો દાવ પાંચ વૃધ્ધોને બે મિત્રો ને કહી રહ્યો હતો..”આવો ચાલો ઊડીને *સફર*
ની શરૂવાત કરીએ.બધાની આંખોમાં હરખના અશ્રુ વહેતા હતા.ક્યાક ગીત વાગી રહ્યું હતું “જિંદગી એક સફર હૈ સુહાના...!

જયશ્રી પટેલ
(સંપૂર્ણ)
૨/૧૨/૧૯

Read More

ભાગ-૬
જુઆનને એ છોકરો ખૂબજ ગમી ગયો હતો.સમય જતા તે ધીરે ધીરે તેનો મિત્ર બની ગયો હતો બન્ને એક બીજાને પ્રેમથી જુ અને સદા કરી બોલાવતા.જુઆનનો *જુ* અને સદામણી નો *સદા* .સદા ચંચળ ને રમતિયાળ હતો.તેને ચોપડીઓ જોઈ ખૂબ આકર્ષણ થતું .તપાસ કરતા ખબર પડી કે તે ફૂટપાથ પર જ મળી આવેલો બે વર્ષ પહેલા.તે આઠ વરસનો હતો.આજે તે દસ વરસનો છે.આખા રીહેબની જાન છે.દર્શી દયાની દેવી,સોહના ગયા પછી સેવા જ તેનો ધર્મ બની ગયો હતો.જુઆન મળ્યો તો થોડી આશ બંધાય હતી.પણ જ્યારે જાણ્યું કે તે પણ સંજોગો વર્ષાત પીડાય રહ્યો છે ત્યારે તે મિત્ર બની ગઈ હતી જુઆન ને તેના કુટુંબની.ધંધામાં લાભશંકરફૂવાની સલાહાકાર,
ઓફિસની એનીમેશન ડીપાર્ટમેન્ટની હેડ પરસન,ને ઘરની કર્તા હર્તા..ચાર વૃધ્ધો સાથે પાંચમા અંજુદાદી ની પ્રિય દીકરી.એ વિચારતી ત્યારે એને લાગતું કે તેણી કેવીરીતે આ બધાને સાચવી સકે છે? કેમ કરીને તે તાકત મેળવે છે..કયુ પેટ્રોલ તેની જીવની *સફર*નું ઈંધન બની ને આવે છે.?
આજે તે એ ફૂટપાથ પર પહોંચી જયાથી સદા મળી આવ્યો હતો,ચરસના નશામાં ને ચરસ વેંચનાર ટોળીનો
એક સાગરીત તરીકે તેણીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેને સરમનચરસી લઈ આવ્યો હતો.તે તેનું બધુ કામ કરી આપતો ને જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તે
ચરસ વેંચતા તેમાંથી નશો કરી લેતો.કમાતો તે બધુ સરમનચરસી લઈ લેતો.ક્યારેક મારતો તો કેયારેક લાડ લડાવતો.એકવાર રાતના પોલિસની જોડે મારામારીમાં સરમન મૃત્યુ પામ્યોને સદાને પોલીસે બાળ રીહેબમાં મૂક્યો.ત્યારથી તે અહીં રહે છે ને અનેકનો મિત્ર છે.

Read More

સફર-૫
ભાગ -૫
સમય ને સમય નું ચક્ર ફરી ફરીને પહોંચ્યું લાભશંકરજી ફૂવા થી દર્શી સુધી.દર્શી જુઆનને મળવા ને વાત કરવા ખૂબ જ ઉતાવળી થઈ .સાંજ પડતા પડતા કેટલીય વાર તેણી એ ફોન જોયો કે ક્યાંકથી જુઆન નો ફોન આવે છે..।પછી મનમાંને મનમાં બોલી ઉઠે કે તારો નંબર એની પાસે ક્યાંથી હોય કે તે તને ફોન કરે??આમ સમય ને જાણે જલ્દી પસાર થવા કહેતી હોય તેમ ઘડિયાળ જોયા કરતી.સાંજ પડી જલ્દી બહાર નીકળી ગઈ ને જયાં જુઆન મળ્યો હતો ત્યાં આવી ઉભી પણ અહીં તો જુઆન નહી પણ તેની ગાડી ત્યાં હતી.ડ્રાયવરે આવી કહ્યું કે ,”દાદી એતમને લેવા મોકલ્યો છે.જુઆનસાહેબને દવાખાને લઈ ગયા છીએ ને તમને ત્યાં બોલાવે છે.”
દર્શી ને ધ્રાસ્કો પડ્યો શું થયું હશે,કેમ ભગવાન મારી જ કસોટી કરે છે?દૂર દૂર સુધી પણ ન કલ્પે એવા સમાચાર! તે ગાડીમાં બેઠી.દવાખાને પહોંચતા પહોંચતા તો એ એસી ગાડીમાં પણ પસીને નાહી રહી હતી.દાદી અંજુબેન જાણે એની જ રાહ જોઈ રહ્યા હતા.તેઓ દર્શીને ડોક્ટર પાસે લઈ ગયા.ડોક્ટરે દર્શી ને સમજાવી કે જુઆન આલ્કોહોલિક છે,એણે અચાનક જ બધુ બંધ કર્યુ છે તેથી તે નર્વશ બ્રેકડાઉન થી પીડાય છે,તેથી તે મનથી મજબૂત છે છતા શારિરીક તકલીફ માં મૂકાયો છે.
દાદીનો ડર હકીકત બની ગયો.એ પણ એવી કે તે જાણી દાદીને દર્શી ખૂબજ ચિંતિત થઈ ગયા છે.દર્શી જુઆન સામે ગઈ તો જુઆન તેની સામે જોઈ બે હાથ જોડી ને હસ્યો અને દર્શી જાણે કે મિણબત્તીની જેમ અંદરથી ઓગળી ગઈ.તેણે દાદીની મર્યાદા રાખી જુઆન તરફ એક નાનું પણ ફિક્કું હાસ્ય કર્યુ.દોસ્તી ભલે કોલેજકાળની હતી પણ ઘનિષ્ટતા ફક્ત થોડા જ કલાકોની હતી.આ કલાકોએ દર્શી ને જુઆનને મિત્ર કે તેથી વધુ સંબંધોથી બાંધવાની કોશિશ કરી સમય ફરી રમત શરૂ કરી ચૂક્યો છે.એ આત્મસાત થતા દર્શી ચુપ હતી તેથી પણ વધુ ચુપ થઈ ગઈ.
જુઆન મનથી મજબૂત હતો,ડોક્ટરને પૂરેપૂરો સહકાર આપતો હતો.તેને તો આમાંથી નીકળવું હતું .
લાંબી *સફર*કાપવી હતી.જો દર્શીનો સાથ મળે તો.!લાભશંકરફૂવા તો સોહના ઘરે પહોંચ્યા ,તેના પિતાને વાતથી વાકેફ કર્યા ને અંજુદાદી ને મળવા આગ્રહ રાખ્યો.તેઓએ દર્શીની મરજી પૂછીને જરૂર મળીશું નું વચન આપ્યું .સોહના પિતા સાથે દર્શીના માતાપિતાને ત્યાં પણ તેઓ જઈ મળી આવ્યા.દર્શીના માતાપિતા સમજી ગયા કે આજકાલ દર્શીનું અનિયમિતપણું શાને કારણે છે.શ્રીહરિ રાખશે ને કરશે તે મંજૂર કહિ તેઓ એ મનોમન દર્શીને આશિષ આપી.દર્શી જુઆનને બાય કહી નીકળીને દાદીને આશ્વાસન આપી બોલી,”દાદી હિમ્મત રાખજો,જુઆન જરૂર ઊભો થઈ એની જીંદગીની *સફર*ને કાપશે ને તમને પણ પૌત્રનું આત્મસુખ આપશે.”જુઆનના ડાક્ટરની સલાહથી એક સારા રીહેબમાં તેને પંદરથી વીસ દિવસ દાખલ કરવામાં આવ્યો.ત્યાં જુઆને જોયું કે અનેક પુરૂષો ને સ્ત્રીઓ અને બાળકો આ કે બીજી અનેક બુરી આદતોના શિકાર હોય છેને જીંદગી ને બરબાદ કરે છે.મનોબળના મજબૂત ન હોય તો વારંવાર તે ભૂલ કરી કુંટુંબીઓને દુખી કરે છે.અહી જુઆનની જીંદગીએ નવો વળાંક લેવાની શરૂઆત કરી.
દર્શી એક રવિવારે જુઆનને મળવા આવી ત્યારે તેણે તેણીને એક દસ વર્ષનો બાળક બતાવી કહ્યું ,”આણે શું કર્મો કર્યા હશે કે તે અહીંયા છે?દર્શી તે બાળકને જોઈ ને વિચારમાં પડી ખરેખર ...શું કર્મો કર્યા હશે? તેણે જુઆનને કહ્યું કે તું તપાસતો કરી રાખ કે તેના માતાપિતા કોણ છે..?તેને અહીં કેમ લાવવામાં આવ્યો છે?

(ક્રમશ:)
જયશ્રી પટેલ
૧/૧૨/૧૯

Read More

સવાર
???
સુપ્રભાત જીવનની સારાશથી
સુંદર જીવન જીવનની સારાશથી
જીવન ને જીવનનો સાર સારાંશ થી
???
મન તો માળવે જવા ઈચ્છે
મન વિના માળવે ન જવાય
જીવન ની હર પળ મનથી માણો
???
ચાહ એકની નહિ અનેકની હોય
તૃપ્તી એકથી જ થાય અનેકથી નહિ
ચાહ અને તૃપ્તી મનની અટકળ છે
???
સાર એટલો જ કે મન જ કર્મ
કર્મ એજ આપણું કાર્ય છે
બન્ને આપણાં થકી જ થાય છે
???
કરવા જ છે કર્મ
તો સદ્ કરો
સહ થી ઉત્તમ કાર્ય કોઈ નહિ
???

જયશ્રી પટેલ
૨૮/૧૧/૧૯

Read More

સફર-૪
આગળ

પરિસ્થિતિ એવી હતી કે બન્ને તરફ હવે આગ લાગી હતી,પ્રેમ હતો કે આકર્ષણ કંઈજ સમજી સકાતુ નથી.દર્શી ને ચાર જણાની જવાબદારી હતી તો જુઆનને ફક્ત દાદીને ધંધાની.ધીરે ધીરે બધુ જ પાર ઉતરી જશે
એમ વિચારી જુઆન પણ આંખ ધેરાવા સાથે સૂઈ ગયો.
સવારે દાદી જુઆનને લઈ ડાક્ટર પાસે ગયા. ધીરે રહી ડોક્ટરને પોતાના મનની વાત કરી. ડોક્ટર સમજુ ને ઘરના હતા તેથી દાદીને મેડીકલ ભાષામાં સમજાવાનો પ્રયત્ન કર્યો,પણ દાદી થોડું સમજ્યાને થોડું નહિ.મુંઝવણ કોને કહેવી? જુઆન તો એમને મૂકી ને ઓફિસે નીકળી ગયો હતો.થોડીજ વારમાં ડ્રાઇવર આવ્યો ને દાદીને લઈને ઘર તરફ નીકળ્યો.તેણે જોયું કે દર્શી રસ્તો પસાર કરી રહી હતી,તો તેણે સાહેબના હુકમનું પાલન કર્યુ કે,”બેન ને ક્યારેય જુઓ તો ગાડીમાં બેસાડી ઓફિસે છોડવા.”દર્શી આનાકાની કરતી રહી પણ દાદીના મીઠા આવકારે તે ગાડી માં બેસી ગઈ.સ્વભાવિક પણે તેણે દાદીને પ્રણામ કર્યા ,અને પોતાની ઓળખાણ આપી.હવે અનુભવી દાદીની સમજ માં આવી ગયું કે જુઆન ક્યા અટવાયો છે!
દાદીએ આભ તરફ નજર કરી ઈશ્વરનો પાડ માન્યો.રાજી થયા કે તે એની વાત કહેવા માટે આજે યોગ્ય વ્યક્તિ નો મેળાપ કરાવ્યો છે.સમયને સંજોગ પ્રમાણે મન ખોલીશ આજે તો ઔપચારિકતા થી જ પતાવું.દાદીને ડ્રાયવર દર્શીને ઓફિસ છોડી આગળ નીકળ્યા ત્યારે ડ્રાયવર પાસે બધી માહિતી મેળવી.પણ દર્શીના ઘરનું ઠેકાણું ન મેળવી સક્યા.ઓફિસ પહોંચતા જ દર્શીને અફસોસ થયો કે તેની પાસે જુઆનને ટેલીફોન નંબર જ નથી.કેવી રીતે તે કહે કે કાલના વર્તન માટે તે ક્ષમા માંગવા માંગે છે.હવે તો જુઆન મળે તોજ મેળ પડે.વિચારી કામે વળગી.બીજી બાજુ લાભશંકરજીને દાદીએ ફોન કર્યો દર્શી ની કુંડળી કાઢવા.મુનીમજી તો ગભરાયા કે શું થશે? ક્યાંથી જાણકારી મેળવવી? પણ નામ જાણ્યા પછી વાત આસાન થઈ ગઈ.મુનીમજી એ દર્શીનું નામ સાંભળ્યું કે ખ્યાલ આવી ગયો કે આતો સોહની મિત્ર કે હમદર્દ કે સર્વસ્વ કારણ તેઓ જ સોહના સગા ફૂવા હતા.તેમને દર્શી પ્રત્યે ખૂબ જ માન હતું.જોવા જાવતો દર્શી ખરેખર હતી પણ સાલસ.ત્રણે ખૂણે હવે રચાયો ત્રિકોણ..*સફર*ના મોડ તો વાંકા ચૂંકા હોય પણ મંઝીલ સુધી તો પહોંચીને જ રહે..!
દાદી પાસે માહિતી પહોંચી ને સફરની મંઝીલ પણ.દર્શી ને દાદીનો મેળાપ સોહના ફૂવા જ કરાવશે એવું વિધાતાનું લખાણ ક્યા કોઈને ખબર હતી..સફર કાપવા નીકળેલો સોહ દર્શીના જીવનના ક્યા મોડ પર વિખૂટો પડ્યો ને ક્યા દાદીને દર્શીનો મેળાપ કરાવનાર ...!વિધાતાને શું મંજૂર છે એ તો દર્શી તેની જીંદગીના સફર માં ક્યા જાણી સકી..!

(ક્રમશ:)
જયશ્રી પટેલ
૨૮/૧૧/૧૯

Read More

સફર -૪
ભાગ -૪
વાતો કરતા કરતા દર્શીની નજર ઘડિયાળ પર ગઈ એકદમ જાણે શું ગુનો થયો હોય એમ ઊભી થઈ ને
જુઆનની માફી માંગી મોડું થાય છે કરી ચાલવા જ લાગી.બીલ ચુકવી જુઆન પાછળ ખેંચાયો,તેને દર્શીનો આ હોબાળો ન સમજાયો.તે કાંઈ પૂછે તે પહેલા જ દર્શી રિક્ષા ઊભી રાખી બેસી ગઈ ને બાય કરી નીકળી ગઈ.
પોતાની ગાડી માં ન બેસતા જુઆન પાછળ બીજી રીક્ષા માં બેઠો.જોયુ તો રીક્ષા એક ઘર પાસે ઊભી રહી,ઓહ આતો સોહનુ ઘર એકવાર નોટસ લેવા તે આવેલો.તે રીક્ષામાંથી ઉતરી ને સામે ની પાનની દુકાને જઈ બિસલેરીની બોટલ લઈ ઊભો રહ્યો.થોડીવારમાં એણે જોયું કે દર્શી બહાર આવી ફરી રીક્ષામાં બેઠી પછી એ પણ પાછળ ગયો .જુઆનને આજે દર્શીના ઘર સુધી પહોંચવું હતું .અંતે એ ક્ષણ પણ આવી.દર્શી તેના ઘરે ગઈ.જુઆને રસ્તો જોઈ લીધો તે એ રીક્ષામાં જ ગાડી પાસે આવ્યો ને એ ગાડીમાં બેઠો ને ડ્રાઇવરને ઘરની સુતના આપી નીકળ્યો.ઘરે દાદીમાં રાહ જોઈ બેઠા હતા. તેણે મીઠાસથી દાદીને સમજાવ્યા કે મોડું થાય તો દાદી જમીને સૂઈ જવાનું ને. તરત તેની સમજ માં દર્શી નો હોબાળો આવ્યો.ઓહ! હવે સમજાયું કે સોહના માતાપિતા આમજ રાહ જોતા હશે ને! તે મલક્યો કેટલો ના સમજ હતો તે,તેણે પીછો નહોતો કરવો,ચાલો થયું નથયુ નહિ થાય.
શયનખંડમાં આટાફેરા કરતા એ થાક્યો,પહેલા
તો એ પડતો ને સૂઈ જતો કારણ તેણે બે પેગ પીધા જ હોય.પણ ન તો તેને મન થતું હતું ન તે હવે લેવા માંગતો હતો.આ બદલાવ દાદીની નજરની બહાર ન રહ્યો.દાદીને ડર હતો કે અચાનક બંધ કરવાથી તે વીડ્રોઅલનો શિકાર ન બને.સવારે જ ડોક્ટરને મળી આવીશ કરી દાદી સૂઈ ગયા પણ જુઆન તો વિચારોના વમળમાંથી છૂટી નહોતો સકતો.દર્શી ના મનમાં પણ ઉથલપાથલ હતી પણ તે દર્શાવતી નહિ.તે આજના વર્તનથી શરમ અનુભવવા લાગી.કાલે જો જુઆન મળશે તો બધી જ ચોખવટ કરશે.કરી તે સૂઈ ગઈ.

Read More

સફર-૩
ભાગ -૩
મન તો વાંદરા જેવું ક્યારે અહીં કૂદે તો ક્યારે ત્યાં..પણ મનની મક્કમતા તૂટતી જાય છે.સોહ જીવતો હોત તો પાછો આવ્યો જ હોત પણ તેના તો કોઈ વાવડ જ નહોતા.વિચારોમાં ને વિચારોમાં તે રોજની વાટ પકડી ચાલવા લાગી.બસ સ્ટોપ પર પહોંચી તો એને
મનમાં થયું કે ,ઓહ!ક્યારેક લાંબો લાગતો રસ્તો આજે ટૂંકો કેવી રીતે થઈ ગયો.
જુઆન પણ નીકળ્યો ઓફિસે જવા,રસ્તામાં જ તેની ઓફિસમાંથી ફોન હતો .તેણે એડનું શુટિંગ નું પ્રુફીંગ જોવા જવાનું હતું .તે હવે નિયમિત રીતે ઓફિસ સંભાળતો થયો હતો તેથી મુનીમ લાભશંકરજી ખુશ હતા.વારંવાર તેઓ દાદીને એના સમાચાર પહોંચાડતા.
આજે જુઆને નક્કી કર્યુ હતું કે તે આજે પણ દર્શીને સમય કાઢી મળશે.સાંજ તો જોત જોતામાં પડી ગઈ.સમય વહેતા પાણી ની જેમ વહી જાય ક્યારેય પાછો નથી આવતો.તે કેમ મળવા માંગતો હતો દર્શી ને તે એને પોતાને પણ નહોતું સમજાતું !કોલેજ માં દર્શી સારી વક્તા હતી,તે બોલતી તો આખુ ઓડીટોરિયમ શાંતિથી સાંભળતું ,તાળીઓના ગડગડાટ થી આવકારતું .ત્યારે બીજી છોકરીઓ ઈર્ષાથી જલી ઉઠતી.તેણીને સોહ સાથે જોઈ પોતે પણ કેવો ઈર્ષાથી જલીને રાખ થઈ જતો.શું આજે એ એકલી થઈ ગઈ છે તેથી તો મન એને મળવાની ઈચ્છા નથી કરતું ને? તેણે બ્રેક મારી ગાડી ઊભી રાખી દીધી ,મનને ઠપકો આપ્યો કે આવો શેતાની વિચાર ફરી ક્યારેય ન કરતું ,તેણી પ્રત્યેની એક ઋજુતા ભરી ભાવના જ તેને મળવા માટે ઈચ્છા કરે છે.પોતાના આ વિચારને ઠેલી તે આગળ વધ્યો.જ્યારે પ્રુફીંગ માટે પહોંચ્યો ત્યારે તેને દસ મિનીટ મોડું થઈ ગયું હતું .પહેલીવાર તેના મોઢામાંથી “sorry..”શબ્દ નીકળ્યા.સ્ટાફને એક આંગળી પર ગુસ્સા ને નાકની ટોચ પર રાખનાર બોસની
આ વાણી ને વર્તુણુક સ્ટાફને આશ્ચર્ય માં ગરકાવ કરી દીધા.
બીજી બાજુ દર્શીની ઓફિસમાં આજે લોકોએ નોંધ લીધી કે દર્શી ઘણાં સમય પછી પ્રફુલ્લિત દેખાય.આંખ
માં જાણે આછી ચમક હતી.બોલમાં સ્ફૂર્તિ હતી.કામ પણ જાણે ઝડપથી પુર્ણ કરી રહી હતી.તેની ઓફિસની ક્લીકસે મજાક કરી ,”ફૂલમાં આજે સુગંધ મહેંકી રહી છે.
જે હશે તે પણ દર્શી આજે તુ કેટલાય વરસે સુંદર દેખાય રહી છે.”દર્શી ફક્ત મરકી રહી,જાણે તાજા ગુલાબ પર માળી પાણી છાંટી ગયો.
તે સાંજે બન્ને સંજોગો વર્ષાત ન મળી શક્યા.રાત બન્નેની કરવટો બદલવામાં જ ગઈ. સવાર થતા ઘરમાં પણ તેણી જલ્દી ઉઠી કામ પરવારી નીકળી.માતાપિતા ની નજરમાં આવ્યું કે આજે દર્શીના પહેરવેશ માં મોટો ફેરફાર હતો.ખરેખર કરમાયેલા ફૂલને માળી પાણી સીંચી ગયો હતો ! દર્શી આમેય સુંદર હતી ,સોહની વિદાય પછી મુરઝાય ગઈ હતી.જુઆન ને મળી એક જ વખત હતી પણ તેણે બતાવેલું પોતીકા પણું તેનેર્સ્પર્શી ગયું હતું .
કોલેજ ના દિવસોમાં સોહ હમેશાં મજાક કરતો ,”જો હુ નહોત તો જુઆન તને એનકેન પ્રકારે એની બનાવી ગયો હોત,હા તે જરૂર ફેરવી ને છોડી ગયો હોત.” ત્યારે એ કેવી ગુસ્સામાં જુઆન સામે જોઈ લેતી.શું સાચેજ જુઆન બદલાય ગયો છે?કે પછી દેખાડો કરે છે? ગમે તે હોય પણ નવા સંચાર ની પ્રકાશિત જ્યોત બની આવ્યો છે.
તે સાંજે બન્ને ફરી મળ્યા.દર્શી સાથે જુઆને પોતાના એડના(જાહેરાત બનાવાની) વાતો કરી.દર્શીએ પોતાની ઓફિસના એનિમેશન ગ્રાફિકની વાતો કરી.બન્નેની કડી એક તરફ છે..જાણી જુઆનને થોડી આશા બંધાઈ કે જરૂર જ દર્શી ને તેની ઓફિસમાં જોબ કરવા નિમંત્રી સકશે.પણ એ સ્વીકારશે કે નહિ તે હવે..જોવું રહ્યું ?

(ક્રમશ:)
જયશ્રી પટેલ
૨૬/૧૧/૧૯

Read More

સફર
ભાગ ૨
(આગળ)

ચંપ્પલ કાઢીને તે દાદી પાસે જઈ બેઠો.દ્વિધા માં જોઈ દાદીએ ઈશારાથી પૂછ્યું ,”કાંઈ જોઈએ છે?”નાનો હતો તો જુઆન લાડ કરી પૈસા માંગી જતો ને ભગવાનના પ્રસાદમાંથી કાજુની વાડકી ઉઠાવી જતો.પણ છેલ્લા બે ત્રણ વરસથીતો એ દાદીને સાંજે જ મળતો ઘણાં સમય પછી મંદિરની ચોખટ પર આવ્યો હતો.”ના” કહી તે દાદી પાસે બેઠો ને પ્રશ્ન કરી ઉઠ્યો,”શું દાદી ભગવાનને પ્રાર્થના કરવાથી બધુ જ પ્રાપ્ત થાય?” તેના આ પ્રશ્ન થી આશ્ચર્ય જરૂર થયું પણ દાદીએ કહ્યું,”ખરા દિલથી જો માંગીશ ને સ્વાર્થ વગર,નિસ્વાર્થ ભાવનાથી તો જરૂર ભગવાન તારી પ્રાર્થના સાંભળશે.”જુઆન દાદીના ગાલ પર ટપકી મારી લાડ દર્શાવી ત્યાંથી પહેલાની જેમ કાજુની વાડકી ઉઠાવી ને ડાઈનીંગ ટેબલ પર બેઠો.આજ પહેલા ન તો ઘરના માણસોએ કે નોકરોએ જુઆનને આટલો વહેલો ઊઠેલો કે નાસ્તો માંગતો નહોતો જોયો.પિતાના ને માતાના અચાનક મૃત્યુ પછી પણ તે અલ્લડ જ હતો,પણ દર્શી ને મળ્યા પછી આ બદલાવ તેને પણ આશ્ચર્ય માં મૂકી દીધો કે પોતે શું કરવા માંગે છે? વહેલો દફતરે પહોંચ્યો ને સ્ટાફના આશ્ચર્ય વચ્ચે કામની મન મૂકી શરૂઆત કરી.મુનીમ લાભશંકરજી એ સાહેબના ફોટા સામે બે હાથ જોડ્યા.
નવા પ્રકરણની શરૂઆત જુઆનના જીવનમાં શરૂ થઈ ગઈ. બીજી બાજુ દર્શી પણ નવી ઉષ્મા પ્રાપ્ત થઈ તેમ થોડી સ્ફૂર્તિ માં લાગી.આંખમાં ચમક આવી પણ કોઈ જુએ નહિ તેમ તે વર્તવા લાગી.મનમાં થતું કે આજે પણ જુઆન મળે તો સારૂ.અચાનક જ તે સોહના ફોટા તરફ વળી ને જાણે શું થયું કે તે રસ્તો બદલી ને ઓફિસે જશે એ નિર્ણય લઈ ચાલવા લાગી.
(ક્રમશ:)
જયશ્રી પટેલ

Read More