લોકો શૂન્ય માંથી સર્જન કરે છે પણ મેં તો minus થી ચાલું કર્યું છે તો થોડો સમય લાગશે

એને નાનકડા હાથમાં હેન્ડ ગ્લોઝ પહેરી નાના પ્યાલા માં ડાઇ તૈયાર કરી જબરદસ્તી રવિને ખુરશી પર બેસાડી રવિનાં આછા સફેદ વાળને કાળા કર્યા..પોતે જ પોતાના હાથથી જ રવિનાં દાઢીના વધી ગયેલાં વાળને ટ્રિમ કરી, નવા કપડા કાઢી આપી એને રવિને તૈયાર થવા મોકલ્યો...
છેવટે પંદર વર્ષની પંખીએ માઁના મૃત્યુ પછી અત્યંત એકલવાયું જીવન જીવતાં ,પોતાનુ અસ્તિત્વ જ વિસરી ગયેલાં અને પંખીને જ પોતાનુ સર્વસ્વ માનતા પિતા રવિને નવી મમ્મી લાવવા માટે રાજી કરી જ દીધાં..

Read More

તું મળી જાય તો નસીબ ને હું પુરસ્કાર આપું,
નથી જાણવું કે હસ્તરેખાઅો માં પછી શું લખ્યું

નથી હોતી અહીં ઊંચાઈ દરેકની એક સરખી.
કોઈ બહાર થી તો
કોઈ અંદર થી
વિસ્તરેલું હોય છે.

વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે...

વિશ્વાસ નહિ હોય તો શબ્દોમાં પણ ગેરસમજ થશે...

દેશ બદલાઈ ગયો છે, હવે આપણી નજર પણ બદલવાની જરૂર છે...

" બહેન...કેટલો સમય લાગશે?"રમેશે સરકારી કાર્યાલયના અધિકારી બહેનને કહ્યુ..
"ભાઈ..સરકારી કામ છે.. તમે લાઇનમાં ઉભા રહો..તમારો વારો આવશે પછી તમારુ કામ તરત કરી આપીશ " ત્યાં કામ કરતા રમીલાબેને જવાબ આપ્યો..
"સાંભળોને બહેન..કાઈ થઈ શકે એમ નથી..? લાઇન ખૂબ લાંબી છે.. મારો ખૂબ સમય વેડફાઈ જશે..થોડુ ઘણુ લઈને મારુ કામ પેહલા પતાવી આપશોતો મહેરબાની.."રમેશે રમીલાબેનને થોડી આજીજી કરતા કહ્યુ..
એને ૫૦૦ની નોટ ધીમેથી ટેબલ નીચેથી રમીલાબેન તરફ સરકાવી..રમીલાબેને નોટ હાથમાં લીધી..
"તમારી ખૂબ મહેરબાની હો બહેન" રમેશ આનંદિત થતાબોલ્યો..
"રાજુ ભાઈ, જરાક અહિ આવો.........આ લો ૫૦૦ રૂપિયા...આ ભલા માણસને ગરમીમાં લાઇનમાં ઉભેલ લોકો ઉપર ખૂબજ દયા આવી.. એમને લાઈનમાં ઊભેલા દરેક વ્યક્તિ માટે નાસ્તો મંગાવવા આ પૈસા આપ્યાં છે.જાવ તમે લાઇનમાં ઊભેલા દરેક વ્યક્તિ માટે સમોસા લઇ આવો.અને જે પૈસા વધે એ આ સજ્જનને પાછા આપજો" રમીલાબેને થોડા મોટા સ્વર સાથે કાર્યાલયનાં પટાવાળાને કહ્યુ..
"તમારો આભાર સાહેબ...જાવ લાઇનમાં છેલ્લાં ઉભા રહો..તમારો વારો આવશે ત્યારે તમારુ કામ થઇ જશે."
ભોંઠૉ પડેલ રમેશ લાઈનમાં છેલ્લે જઇ ઉભો રહ્યો..

Read More

इस लिए तो यहां अब भी अजनबी हूं मैं
तमाम लोग फरिश्ते हैं, मैं हूं आदमी

સ્મિતની પ્રસ્તાવનામાં ઈશ્વરે એવું લખ્યું
માનવીએ મન મૂકીને ક્યાંક રડવું જોઈએ

જિંદગી એક રમત છે,
નક્કી તમારે એ કરવાનું છે કે
ખેલાડી બનવું છે કે રમકડું !!

#cp

મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે

=આદિલ મન્સૂરી

जिंदगी के चिथड़े को रोज लपेट लेता हूँ सुबह होते ही
जिंदा रहने का ढोंग जरूरी है सांसों के चलने तक
#cp