I love to write poems, letters, motivational articles and short stories.

કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે રહેલ સંબંધને ટકાવી રાખવાનું કામ એ બે વ્યક્તિનું જ છે. ત્રીજા વ્યક્તિની જો જરૂર પડે તો તે સંબંધ નહીં સમાધાન કહેવાય.

Read More

वस्ल की उम्मीद में रोज़ मेरी सुबह होती है।
दिन ढलते ही जैसे मेरी कत्ल की रात होती है।

जिगीषा राज

मेरे हिस्से के हिज़्र को तुम जी नहीं सकते,
ज़िंदा हूं जो मैं, वैसे तुम जी नहीं सकते।

जिगीषा राज

याद है वो इश्क़ की दास्तान,जो तुमने मेरे कंधे पे अपने हाथ रखकर,मेरी आंखों में अपनी आंखे मिलाकर,रोते हुए कही थी,ये तुम ही हो?
तो क्या मैं वो नहीं?
हिस्सा जिस्म में जो तुमने मेरा कर रखा है, उसी दिल से पूछो कि आख़िर गुनाह क्या है?

Read More

સંબંધ એ બે વ્યક્તિ વચ્ચેનું સંધાન છે. બંને સાથે હોય અને એકબીજાના અસ્તિત્વને સ્વીકારે તો જ સંબંધ ટકે.સંબંધ તૂટવા માટેના કારણો પણ બે વ્યક્તિની વચ્ચે જ રહેલા પરિવેશમાં હોય છે.

Read More

પ્રેમ એ પામવાની વસ્તુ છે. પ્રેમ તમે મેળવી ના શકો.તમે તમને પોતાને પણ પ્રેમ કરો ત્યારે તમે તમારી જાતને ગમાડતા અને સ્વીકારતા હોવ છો. પ્રેમ એ અન્ય વ્યક્તિ પાસે તમારી જાતને સ્વીકૃત કરાવવાની વાત છે.તમારું વર્તન જ તમારો પ્રેમ પ્રદર્શિત કરે છે અને અન્ય વ્યક્તિ તમારી એ લાગણીને સ્વીકારે ત્યારે એને પ્રેમ કહેવાય,જે તમે પામતા હોવ છો.
જિગીષા રાજ

Read More

શ્રી #Avish_Ramgolam ની પોસ્ટનો ગુજરાતી ભાવાનુવાદ. એક નાનકડો પ્રયાસ.#આ_બહુ_જબરજસ્ત_વાત_છે .

દરેક સ્ત્રીને તેનો ભૂતકાળ હોય છે.કેટલીક સ્ત્રી શારીરિક હેરાન થયેલી હોય છે.કેટલીકને માતાપિતા તરફથી હેરાનગતિ થયેલી હોય છે.કેટલીકને પોતાના કૌમાર્ય અને એને લગતાં પ્રશ્નો વેઠવા પડ્યા હોય છે. કેટલીકને પોતાના બાળપણમાં પોતાના જ પરિવારના કોઈ વ્યક્તિ દ્વારા શોષણનો ભોગ બનવું પડ્યું હોય છે. કેટલીકને પ્રેમ સંબંધમાં નામોશી કે બ્રેક અપ કે સંઘર્ષ થયેલો હોય છે. એમાંની કેટલીક સ્ત્રીઓને પ્રેમના નામે દબાણવશ શારીરિક સમર્પણ કરવું પડ્યું હોય છે. તો કેટલીક નશાને રવાડે ચઢી હોય છે. કેટલીક ને પ્રેમના નામે મળવા ગઈ હોય અને બળાત્કારનો ભોગ બનવું પડ્યું હોય છે. તેમની કેટલીકને તો જબરજસ્તી પલંગ પર ખરાબ અને ક્ષોભજનક હાલતમાં ફોટા પડાવવા મજબૂર થવું પડ્યું હોય છે. એમાંથી કેટલીકને એ પછી પોતાના જ પુરુષ મિત્ર દ્વારા ફોટા સાથે કે અન્ય રીતે બ્લેકમેઇલ કરવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓ ગેરકાયદેસર સંબંધે બંધાયેલી હોય છે.

કેટલીકને માસિકધર્મ અંગેના પ્રશ્નોની તકલીફ હોય છે. કેટલીકને અધૂરા અને તૂટી ગયેલા પરિવાર મળે છે. તો કેટલીકને છૂટાછેડા થયેલા હોય છે. કેટલીકને આજકાલ તો ઓબેસિટી એટલે કે વધુ પડતાં વજન વધી જવાને કારણે પણ તકલીફ ભોગવવી પડી હોય છે. કેટલીકને આર્થિક તંગી પડી હોય છે. કેટલીકને ડ્રગ કે દારૂની લત લાગેલી હોય છે. તો કેટલીક કેટલાક નિષ્ફળ આત્મહત્યાના પ્રયોગો કરી ચૂકી હોય છે.

તમે જ્યારે કોઈ સ્ત્રીને જુઓ, જે આમાંના એક. કિકથી વધુ કારણોમાંથી પસાર થઈ ચૂકી હોય પણ ત્યારબાદ પોતાના આંસુ લૂછીને, પોતાના વાળ બરાબર ઊંચે બાંધીને, પોતાના દુઃખને પવિત્ર સ્મિતથી ઢાંકી દઈને, ઊંચી અને મજબૂત રીતે ઊભી રહીને પોતાના ભવિષ્ય તરફ આગળ વધતી જુઓ તો એનું કારણ એ છે કે એનામાં હજી આશા બચી છે અને તેણે હજી પણ પ્રેમ નામના તત્વ પરથી પોતાનો વિશ્વાસ ગુમાવ્યો નથી, જે. આ વિશ્વમાં વ્યાપેલો છે, ત્યારે તેની પર તેના ભૂતકાળનું ખંજર ના ચલાવો. એને કઠેરામાં ઊભી રાખી સવાલો ના પૂછશો. એને વધુ શોષણ કરવા મારશો નહિ. એને રસ્તો આપો અને એની સાથે ચાલવાનો પ્રયત્ન કરો. જો કરો શકો તો રસ્તામાં થોડી વાર માટે એનો હાથ પકડી લેજો. તમને ત્યારે જ ખ્યાલ આવી જશે કે એ આત્મા કેટલો વહાલો છે અને એની આશાઓ કેટલી મજબૂત છે! તમે એ જોઇને આશ્ચર્યચકિત થઈ જશો કે એ પોતાની જાતને આટલી સરસ રીતે કેમની સાચવી શકે છે, જ્યારે એની સંપૂર્ણ શક્તિ હણાઈ ગઈ હોય ત્યારે પણ!

એને આજુબાજુની કોઈ સ્ત્રી કે અન્ય ઘરની કોઈ સ્ત્રી જ બનીને રહેવાની કોઈ જરૂર નથી. એ તમારી મિત્ર હોય શકે, તમારી પોતાની બહેન, તમારી સ્ત્રી મિત્ર, તમારી પત્ની કે કદાચ તમારી માતા પણ હોઈ શકે છે.

એને એના ભૂતકાળથી માપશો નહિ. એને એક શાંતિપૂર્ણ ભવિષ્ય આપો, જેની તે હકદાર છે. જે જગત માત્ર નિર્ણય જ આપે છે, એવા જગત સામે એનો હાથ પકડી રાખો. જેની માટે એ હંમેશા તરસે છે એ પ્રેમ એને આપો.

અનુવાદ: જિગીષા રાજ

Read More

#AjJigisha #मॉर्निंग_मज़ा
#MorningMaza #AppJockey

-- AJ Jigisha

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://video.matrubharti.com/111163164/video

સમય પ્રમાણે વર્તી શકાય તો જ જીવનમાં આગળ વધી શકાય. સમયના ચક્ર સાથે ચાલી શકાય તો જ જીવનમાં પ્રગતિનો પંથ મળે, સાથે જ સમયને સાચવી શકો તો અને તો જ તમે સફળ થઈ શકો.

- જિગીષા રાજ

Read More

આજે સાંજે આવો છો ને?