સાયન્સની સાથે નાનપણથી જ નાતો અને સાહિત્ય સાથે દિલનો તાંતણો રચાયો છે એટલે ડીગ્રીથી મીકેનીકલ ઈજનેર અને દિલથી લેખક તમે કહી શકો. “સંબંધ જિંદગી સાથે” બુકથી લેખકની દુનિયામાં મારી પહેલી શરૂઆત છે.જોકે મેં ૫ ૬ શોર્ટ ફિલ્મ બનાવેલી છે, તેની સ્ક્રિપ્ટ લખેલી છે. તેનો મૂળ હેતુ પણ સમાજમાં જાગૃતિ લાવવાનો, ખુશ રહેવાન, લોકોને ખુશ કરવાનો હતો. “રાજા બનીને જીવેલા એક ભિખારી બાળકની જિંદગી પરથી બનાવેલી મારી પહેલી શોર્ટ ફિલ્મ હતી જેનું નામ ‘રાજા’”. જે યુટ્યુબ પર છે. મારી બુકમાં તમે તમારી જાતને અનુભવી શકશો..

વચન..!!

મારી આજુબાજુ એકદમ શાંતિ હતી પણ મારું મન આજે અશાંત હતું...ઘણાંબધા વિચારો મારા મગજને કીડીઓની જેમ ખાઈ રહ્યા હતા.. સ્થિર બાંકડા પર બેઠા બેઠા મારા પગ સતત ધ્રુજતા હતા...આજે સામે રહેલું આર્ટીફીસીઅલ લેક મને અજાણ્યું લાગતું હતું...તારી સાથે આવતો ત્યારે જેટલું ગમતું એનાથી વધુ નફરત આજે હું આ લેકને કરું છું... તારી સાથે આવતો ત્યારે મને એ ચેન આપતું આજે એ સાલું ઊંધું ઉતરી આવ્યું છે...મને બેચેની આપે છે..જે પવન મને ગમતો એ સાલો આજે મને જ દઝાડે છે.... તેનું એ સ્થિર પાણી મને ગમતું, જેમાં પડતા પ્રકાશથી બનતા પડછાયામાં આપણે રમતા..સાલું એ પાણી આજે સ્થિર છે અને મારી આંખોનું પાણી ગતિશીલ...ખબર હતી મને...તું સાથે નહિ હોય ત્યારે આ પવન, પાણી અને પેલું સાલું હરામી લેક બધું ઊંધું ઉતરી આવશે અને ઉતર્યું..!!

“મેં કીધું ને મારે તારી સાથે વાત કરવી છે..એટલે કરવાની”

“મેં કીધુને મને આટલા વાગે સવારે અને રાત્રે તારે મેસેજ કરવાનો એટલે કરવાનો”

“મેં કીધુંને તને તારે મારા માટે આ બર્થડે પર આ મારી ફેવરીટ, મારા પર લખાયેલી પોએટ્રી તારે બધાને સંભળાવાની એટલે સંભળાવાની”

“મેં કીધુંને તને, તારે નૈકીની પાર્ટીમાં તારે મારી સાથે આવવાનું અને મારી સાથે કપલ ડાન્સ કરવાનો એટલે કરવાનો”

“મેં કિધુને તને તારે આ દિવસે આ કપડાં પહેરવાના એટલે પહેરવાના...જેમાં તું હેન્ડસમ લાગે”


આ બધા જ આ લેકની સાક્ષી એ કહેલા વાક્યો મને વારંવાર યાદ આવવા લાગ્યા...સાલું લોકો અગ્નિની સાક્ષીએ વચનો પાળે અને હું આ ઠંડા બોર જેવા લેકની સાક્ષીએ પાળતો..પાળતો નહિ તું જ પળાવતી હતી...!

એક છેલ્લું વચન પણ પાળી લઈશ તારૂ....હિંમ્મત છે મારામાં. હજી તારાં દરેક વચનો પાળવાની...
“મેં કીધુંને હું તને પ્રેમ નથી કરતી અને તું મને ભૂલીને આગળ વધી જા” હવે એવુય કરવું પડશે જ ને ? એ પ્રશ્ન આજે એ લેકને પૂછી રહ્યો છું..!

કેટલી અજીબ એવી એ મારી સાથે વાત કરે છે,
પ્રેમ નથી કરતી,પણ હક્ક મારા પર અપાર કરે છે.

Read More

બહાર એક ખૂબસૂરત 'સવાર' હતી,
ને બસમાં એક ખૂબસુરતી 'સવાર' હતી,
આમ તો મારે રોજ આવવા જવાનું થતું
પણ એને જોયાની એ પહેલી 'સવાર' હતી..

Read More

મારી જિંદગીનાં વર્ષો અડધાં ડૂબી ગયાં,
આપણી વચ્ચેની વાતોનાં પડઘાં ડૂબી ગયાં,
નાં કોઈને કહી શક્યો, નાં હસી, નાં રોઈ શક્યો,
સંબંધનું અભિમાન હતું ને એ અભિમાની મડદાં ડૂબી ગયાં
કોશિશ કરી કરી થાકયો છું હવે
સાથે જોયેલાં, સાથ નીભાવવાનાં સપનાં ડૂબી ગયાં.
કલમ, કાગજ,કવિતા, વાર્તા બધું છે મારી પાસે તું નથી..
એક 'આશાંનાં' 'આછાં' બાકી રહેલાં પડદાં ડૂબી ગયાં.

Read More

શીર્ષક : બંધન

રુચિને ખબર જ હોય તેમ રાતના 12 વાગે દરવાજો ખખડતા તે દરવાજો ખોલવા દોડી **

૧૦ વર્ષ પહેલાં ‘રાધે ક્રિશ્ના’ની પૂજા કરતાં કરતાં અચાનક રમીલા બહેને બુમ પાડી અને રુચીને કહી દીધું તારાથી થાય તે કરી લે પણ દેવાંગ સાથે તો તારાં લવ મેરેજ નહિ જ થાય. તમારો હુકમ સર આંખો પર કાકી, તમે મારી માં સમાન છો..!!**

    એ દિવસ પછી દેવાંગ અને રુચિ બંને અપરણિત અને અલગ રહ્યા જેને આજે ૧૦ વર્ષ થયા, રુચિની બર્થડે પર દેવાંગ બુકે સાથે એક કાર્ડ મોકલે**

    આપણા પ્રેમને લગ્ન જેવા તુચ્છ બંધનની જરૂર નથી, રાધે ક્રિષ્નાની જેમ જ. હેપી બર્થ ડે, રુચી..!! – દેવ.

Read More

શીર્ષક : રોજ સાંજ રોજ તું..!


જ્યારે સુરજ દરિયાની બાહોમાં સમાઈ રહ્યો હતો ત્યારે જ આરવએ આંખ બંધ કરી, એક યાદનો શ્વાસ લીધો, પોતાના હાથમાં રહેલા ગિટારથી એક ટ્યુન છેડી. સંગીત વેવ્સ ચોમેર ફેલાયા, આરવને અને તેના સંગીતને પસંદ કરતી મીશ્વા આરવ તરફ ચુંબકમય આકર્ષાઈ તેના કોમળ હાથથી આરવનાં ગાલ પર હાથ ફેરવ્યો. આરવે તેના હોઠે બીજા હોઠનાં સ્પર્શની અનુભિતિ સાથે ભીનાશ અનુભવી.  દરિયાનું મોંજુ આવ્યું, પથ્થર સાથે અથડાયું થોડાં છાંટા આરવનાં ચહેરા પર પડ્યા ને આરવે આંખ ખોલી પણ મીશ્વા નોહતી. કોઈ નહોતું. ૨ વર્ષ પહેલાંની વિનાશી ત્સુનામી યાદ આવી..મનોમન બોલ્યો થેંક્યું મીશ્વા રોજ મને મળવા આવવા બદલ...ભીના ખૂણે સ્માઈલ આપી..બીજા દિવસની સાંજનાં ઇન્તઝારમાં ગિટાર સાથે ઘર તરફ ચાલતો થયો.

#100wordsstory

Read More

આ બાહ્ય આડંબરથી એટલાં ભરચક થઈ ગયા આપણે
ભરેલું ભરેલું લાગ્યું, પણ અંદરથી ખાલી રહી ગયાં આપણે.!

- જય

ગળે બાંધેલા પટ્ટાથી ગુંગળામણ અનુભવતા ને ગાડીમાં ફરતા એ કુતરાએ રસ્તા પર રખડતા ‘સ્વતંત્ર’ કુતરાને જોયું બંનેનાં મનમાં ‘સુખી કોણ ? ’નો પ્રશ્ન ઉદભવ્યો.
- જય
#matrubharati #onelinestory #microfiction

Read More