તાકાત હોય તો સાચો પ્રેમ કરજો બાકી લફરા તો બધા કરે જ છે.....

I'm photographer

😏

મિત્રો, આ ફોટાં માં લખ્યું તો છે I'm fine (હું મજામાં છું) પણ તમારા ફોન ને જરાક ત્રાસો કરીને જોશો તો ખબર પડસે કે આ ફોટો કહેવાં માંગે છે કે save me (મને બચાવી લ્યો) મન માં એક વિચાર આવ્યો મેં ઘણી વાર નોટિસ કર્યું છે જ્યારે આપણે કોઈ વ્યક્તિ ને કહીએ કે કેમ છો દોસ્ત ? અથવા શું ચાલે છે તારી જીન્દગી માં? અને એજ સમયે આપણે જવાબ પણ પૂછી લઈએ છીએ કે મજામાં ને?? ત્યારે એવું લાગે કે આપણે માત્ર ને માત્ર પૂછવા ખાતર જ પૂછ્યું અને કદાચ આપણાં કાન પણ એજ સાંભળવા માંગે છે કે એ વ્યક્તિ એમજ કહે કે હું મજામાં છું, I'm ok, I'm fine, હું બહુ ખુશ છું, વગેરે વગેરે.. પણ દરેક વખતે તમારાં આ પ્રશ્ન નો ઉતર આપતી વખતે એ વ્યક્તિ શું સાચુ જ બોલતો હોય છે? ના, બિલ્કુલ નઈ, તમે એ વ્યક્તિ ના મિત્ર, ભાઈ, વડીલ, કે પછી ગુરુ હોવાનાં લીધે તમારે એની આંખ માં જોઈ ને ક્યારેક એની મનોવ્યથાનો તાગ મેળવવાની કોશિશ કરશો તો તમને ખબર પડછે કે એની ભીતર એક ચિંતા, વ્યથા નિરાશા નો સાગર ઘૂઘવતો હોય છે, એના હોઠ ઉપર તો તાળું હોય છે પણ એનું પીડા ભર્યું મન ઉંચા અવાજે કહેતું હોય છે કે દોસ્ત મને બચાવી લે... પણ આપણું મન એ ક્યારેય સાંભળી શકતું નથી. આપણે બધાએ થોડા સમય પહેલાં એક ન્યુજ તો વાંચ્યા હશે, કે એક કલેક્ટરે આત્મહત્યા કરી લીધી!! કલેક્ટર લેવલ નો ક્લાસ વન અધિકારી આત્મહત્યા કરી લેય ત્યારે એક વિચાર આવ્યો કે આખા જિલ્લા ને સંભાળી શકનાર વ્યક્તિ પોતાનાં ઘર ને ના સંભાળી શક્યો..?? આપણને નવાઈ લાગે પણ આ માણસ જાત છે પોતાની અંદર કેટલાંય રાજ લઈ ને જીવતો હોય છે, ક્યારેક એમને ઉપર સલ્લુ નઈ પણ ઉંડાણ પૂર્વક તપાસતાં રહેવું જોઈએ .. શું ખબર તમારો પ્રેમ ભર્યો એક શબ્દ, તમારી નાની અમથી મદદ એને એના જીવન જીવવા માટે નું કારણ બની જાય!!.
છેલ્લે બે કડી યાદ આવી ગઈ કે...
ક્યારેક પાસે બેસો તો કહું કે સુ દુઃખ છે મને...
તમે દૂર થી પૂછશો તો મજામાં છું એમ જ કહીશ ને..
✍️ ઈશ્વર આહિર

Read More

દ્વારિકા થી મોટી કોઈ ગુરુકુળ નથી...
અને કૃષ્ણ થી મોટો કોઈ ગુરુ નથી...
ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા... 🚩

Read More

*"વાયુ" માં કોઈનું ઘર વિખેરાઈ રહ્યું છે, ને લોકો નવા નવા જોક્સ બનાવી મજા લુંટી રહ્યાં છે..*😒😪