હું કદાચિત મારી ખોવાયેલી જાતને શોધી રહ્યો છું,ખુશીઓ અર્પીને ગમ પામી રહ્યો છું.

તા:21/02/2019
(વિશ્વ માતૃભાષા દિવસ)

★★★★★★★★★★★★★★★★★★★★★★★
દેશના જવાનોના દિલમાં હરપળ ધબકતી માતામાં ભારતી છે,
ને એક કવિના દિલમાં જાગતી જયોત માતૃભાષા ગુજરાતી છે.

સૌરાષ્ટ્ર રસધાર,મેઘાણીના કાવ્યો થી ને છેક છેલ્લે મારા સુધી,
દરેક ગુજરાતી ને ગર્વ અપાવતી ગુજરાતી માતા ગૌરવશાળી છે.

હા અમારી ભાષા જ ગુજરાતી છે અમને પાણીના બુંદથી લઈ ને,
છેક ધોધની સફર કરાવતી એવી ભાષા અમારી ખીલખીલાતી છે.

મોર્ડર્ન યુગના લાંબા લાંબા આર્ટિકલોમાં ફક્ત એક જ શબ્દમાં,
આખે આખો ઇતિહાસ કઈ નાખે એવી ભાષા આ પૂજવાતી છે.

સદીના આ અદ્યતન યુગમાં પણ દરેકના સ્મરણમાં સંભળાતી છે,
ભાષા અમારી ગુજરાતી છે દરેક ક્ષણે,સ્મરણે બધેજ ઉજવાતી છે.
★★★★★★★★★★★★★★★★★★★★★★★

હા ભાષા અમારી ગુજરાતી છે....ગર્વ છે મને મારી
માતૃ ભાષા ગુજરાતી પર...✍?
(આપ સૌને વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ)
✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?

-હિતેષ મો.ગઢવી'ગમ'!!!
- બોરડી(મોડાસા,9687118815)

Read More

#इसका मुह तोड़ जवाब देना पड़ेगा

पाकिस्तान तुम्हे ये खामियाज़ा महँगा पड़ेगा,
अब तो भारत का वीर जवान युद्ध पे चढ़ेगा।

शहिद का वतन वफ़ा,प्यार कभी नही छुटेगा,
तेरे साथ भारतका हर एक जवान खड़ा रहेगा।

✍?हितेष मो.गढवि'गम'!
@बोरडी(मोडासा,9687118815)

Read More

★@'ગમ'ની રચનાઓ...!!!
★ત્યારે તમે શું કરશો?

તમારી ડોલી હું જ ઉપાડીશ,ત્યારે તમે શું કરશો?
મારી મૈયત હું જ નોતરીશ,ત્યારે તમે શું કરશો?

તમે થોડીપણ ગણના કર્યા વગર નિરાંતે સુઈ જશો,
હું સપનામાં આવીને ઉઠાડીશ,ત્યારે તમે શું કરશો?

તમે બારી બારણાં બંધ કરી ઓરડામાં ભરાઈ જશો,
હું તમારા હૃદય માંથી બોલીશ,ત્યારે તમે શું કરશો?

તમે તકદીરમાં નથી જ આવવાના ખબર છે છતાં,
હું ખોટે ખોટું અનુમાન આંકિશ,ત્યારે તમે શું કરશો?

તમે તમારા જીવનમાં ખુશ છો,તો હું મારી ભૂલ ઘણી,
જીવનભર જાતે સજાને માણીશ,ત્યારે તમે શું કરશો?

તમે તો મને વાંચી લેવાની સખ્ત પણે મનાઈ કરશો,
હું મારી રચનામાં તમને લખીશ,ત્યારે તમે શું કરશો?

સ્નેહીઓ તમારા મારી શોધખોળ આખા ગામમાં કરશે,
ને હું તમારા ઘર માંથી નિકળીશ,ત્યારે તમે શું કરશો?

તમે મનથી મને ચીરવા માણસો લઈને આવી જશો,
ને હું માણસાઈ લઈને ઉભો રહીશ,ત્યારે તમે શું કરશો?

તમે મુજ 'ગમ'ને મારવા મૌતના માંચડે આવી ચડશો,
ને હું જાતેજ દફન થઈ જઈશ,ત્યારે તમે શું કરશો?

★હિતેષ મો.ગઢવી@'ગમ'!!!
★બોરડી(મોડાસા,9687118815)

Read More

★હાઈકુ માળા

ક્ષત્રિયો ટાણાં,
કેરો દી આવ્યો જાગો,
ભો રણધારી.

દીકરી પર,
કુ દ્રષ્ટિ વાળા, ભાગો,
આવ્યા રાજવી.

ઉભા માથળા,
સંહારો,કરો દ્રષ્ટિ
લાલ કેસુરી.

બેનું આબરૂ,
લૂંટવા લાગી,ચળો
રણે કેસરી.

દેશ નિલામ,
કર્યો કુધર્મી,થાઓ
ભગવાધારી.

કહૂંબા છોડો,
વખત આવે બનો,
ખરા શિકારી,

મરક મૂછે,
તાવ દે ખરો ઇ છે,
રા,દરબારી.

~હિતેષ મો.ગઢવી 'ગમ'!!!
- બોરડી(મોડાસા,9687118815)

Read More

Like_comment_share
@ hitesh Gadhavi "ગમ'
#9687118815

Like_comment_share
ગમ_9687118815

ઓ દુનિયા વાળા જેટલા દર્દ આપવાના હોય એટલા
આપીદો અમે બધુજ હસતા મોઢે સહન કરી લેશું,

ખુશી ઓમાં થોડું-ઘણું નાચી કુદી,ઝુમી પણ લેશું
જીવી જવાય તો ઠીક નહીંતર અંતે તો મરી જ લેશું.

~"ગમ" !!!

Read More