શબ્દો નો કોઈ મોલ નથી હોતો.પણ લખ્યા પછી એનો તોલ જરૂર થાય છે.કવિ.લેખક."પ્રતીક"follow by.fb same name

can i say one question?
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

પિયુ પાનેતર અને પીઠીનો રંગ,
એવો ચઢ્યો આજ મારી રગે રગ,

કડકડતી હુંફ વળી ટાઢપનો માર,
બદલાતો આજ મારા યૌવનો ઢંગ.

આવતાજ પિયુને લઉ ઘેરી કેશમાં,
ભુલાવી ગમ બધા રહી જશે દંગ.

ટકરાશે નજર પછી આવશે તુફાન,
'ને વર્ષોનું તપ એનું થઇ જશે ભંગ.

મહીં આળસ મરડી આળોટશે હૈયુ,
જ્યાં રમશે પંખુડીયું કાંટાઓ સંગ.

આજ નાચશે ધરા 'ને ઝુમશે ગગન,
મળશે જયારે બે કાળજ બે અંગ.

સદા બની રહીશ એની ઢાલ"પ્રતીક"
ને આવશે પીડા તો છેડી દઈશ જંગ.

Dp,"પ્રતીક"

Read More

કવિતા

હાય, માતૃભારતી પર આ કવિતા સંગ્રહ 'પ્રતિકની શબ્દ સંજીવની - 2' વાંચો
https://www.matrubharti.com/book/19873766/pratikni-shabd-sanjivni-2

હાય, માતૃભારતી પર આ વાર્તા 'શરમ એક બંધારણ' વાંચો
https://www.matrubharti.com/book/19873533/sharam-ek-bandharan

"રામલો રૂમી" પાર્ટ ટુ વાંચવા તૈયાર થઇ જાવ મિત્રો. ?


હાય, માતૃભારતી પર આ વાર્તા 'રામલો-રૂમી - 2' વાંચો
https://www.matrubharti.com/book/19873318/ramlo-rumi-2

Read More

M'c. we are not adop this child.

ગુજરાતના રમણીય ગામ માં પૂર આવતા આખું ગામ તણાઈ ગયું છે. એવામાં વિદેશથી ગુજરાત ફરવા આવેલ કપલને એક બાળક નદીમાં વહેતુ આવી મળે છે. તો શું એ લોકો આ બાળક ને ગોદ લેશે ખરા?? જાણવા માટે વાંચો.

"રામલો રૂમી" એક બાળકના કાપલનીક જીવન પર આધારિત નવલકથા ભાગ 1.


હાય, માતૃભારતી પર આ વાર્તા 'રામલો-રૂમી - 1' વાંચો
https://www.matrubharti.com/book/19873040/ramlo-rummy-1

Read More

#બસ_ચા_સુધી .ગઝલ

તારી મારી યારી,બસ ચા સુધી,
ગમ ની સહિયારી,બસ ચા સુધી.

આવી મળો ને વાત પ્રેમની કરો,
પણ ઇશ્ક ખુમારી,બસ ચા સુધી.

કરશું રોજે રોજ આંખોથી ચાળા,
મારો નયન કટારી,બસ ચા સુધી.

દિલ છે દિલ થી ટકરાઈ જવાનું,
તોય દિલ દારી, બસ ચા સુધી.

બે ક્ષણ બે પળ,કે હો કલાક બે,
કર વાતો બે ધારી,બસ ચા સુધી.

છે નશો યૌવન નો,લત લાગી જાય,
આવી આદત સારી,બસ ચા સુધી.

હૈયું ચકડોળે ભલે ચડતું "પ્રતીક"
તારી મારી યારી,બસ ચા સુધી.

Dp,"પ્રતીક"

Read More