મિટ્ટી હિ દેતી હે પૈરો કો મજબૂત પકડ,સંગેમરમર પર મૈનૈ અકસર પૈરો કો ફિસલતે દેખા હે..

કૃષ્ણ દવે ની અદ્દભુત રચના
???????
આંટી ઘુંટી એડમીશનની, જાળ માં એવા જકડે છે;
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..

સાવ બિચારા બની મા બાપ, ક્યાંના ક્યાં જઈ રખડે છે;
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..

પોતે સૌ શિક્ષણના રાજા 'ને સીસ્ટમ અંધેરી,
કાં તો સીધું ખિસ્સું કાપે, કાં તો લે ખંખેરી,
કઈ રીતે ડોનેશન દેશું? ઘરમાં વાસણ ખખડે છે,
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .!

ડોક્ટર, એન્જીનીઅર, એમબીએ, બીસીએ કે સીએ.!
નાટા, સીમેટ, ગેટ, કેટ.. સૌ લોહી મજાનું પીએ..
જાણે કે સો બાજ વચાળે એક કબુતર ફફડે છે.!
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે..!

ક્યાં ગઈ વિદ્યા? વ્હાલ ગયું ક્યાં? 'ને ગુરુ શિષ્યનો નાતો?
ના.. ના.. વિદ્યાપીઠ નથી, અહિંયા કેવળ ધંધો થાતો:
એક ખુણામાં ઉભો ઉભો વડલો એવું બબડે છે...!
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..

Read More

મતભેદ એક એવી ઉધઈ છે,
કે
જે ધીમે ધીમે મન સુધી પહોંચી

લાગણીઓને કોતરી નાખે છે...

કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે

લાવ, મારી યાદ વળગાડું તને.

તેં નિકટ થી ચંદ્ર જોયો છે કદી?

આયનો લઈ આવ દેખાડું તને...

દિલ થી..

Read More

??✨?Happy dipavli ?✨??

સૌંદર્યના  એ  પૃથ્થકરણમાં  શું મજા ?

હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા

એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ

પાંખડીઓને ગણવામાં નથી કોઈ મજા

Read More

નક્કી ક્યાંક સમાજમાં છબરડો થઈ ગયો,

નહી તો #સુખ શોધવા નીકળેલો માણસ

પૈસા પાછળ કેમ ભમરડો થઈ ગયો...

છોકરા ની બાયોડેટા માં પ્રોફેશન માં લખ્યુંતું કે હાલ છોકરો જજ છે,
એ વાંચી એક સુંદર છોકરી એની સાથે પરણી ગઈ,
લગ્ન પછી ખબર પડી કે આતો #નવરાત્રી માં જજ છે.

Read More