Artist /Professional Writer/Social Worker/Engineer at Atos/Motivational Trainer/YouTuber/OpenMic Performer/Columnist. તમારા પ્રતિભાવો મને 9601361817 પર મોકલી શકો છો.. અને મેઈલ પણ કરી શકો છો.. chavdagirimal@gmail.com

"તારા માં"
ખોવાયેલો રહું છું હુ દુનિયા ની માયાજાળમાં,
તો પણ હુ રહુ હંમેશા તારામાં.

ખબર છે મને હુ નથી હકદાર પ્રશ્નો બનવામાં,
પણ તુ છો મારા હર એક જવાબોમાં.

તારો છું જેમ આકાશ નો ચંદ્રમાં,
એમ જ હુ રહું તારામાં.

ચાલ ને આજે સમાય એક બીજામાં.
જેમ સમાય દરિયો અને નદી એક બીજામાં

નારાજગી જયાજ છે મારા કામોમાં
ચાલ ને માની જાને  સ્મિત બની ને મારામાં


ગિરીમાલ સિંહ ચાવડા ગીરી

Read More

પ્રેમ એટલે ? તારું મારામાં અને મારું તારમાં દુર હોવાં છતાં પણ પાસે રહેવું.
ગિરીમાલસિંહ ચાવડા

પ્રેમ એટલે શુ ? તારું મારામાં અને મારું તારામાં એક બીજાનું નાં હોવાં છતાં પણ રહેવું.
:ગિરીમાલ સિંહ ચાવડા

"વિરહ નો વલોપાત"


દુઃખ વગર , દર્દ વગર ,
મન ઉદાસ રહે,તારા વિરહ નાં વલોપાત વગર.

આંખો ની અમી છલકી ઉઠી,
આંખે આસું નાં કાજલ , આખ્યું નો દરિયો કેમ ભરાય આસું વગર.

મલ્હાર ભીની ધરતી સામે નવી કૂંપળો,
ઝરી ઝરી રડે છે, કાન મીરા અને રાધા નાં પ્રેમ રાગ વગર.

ભરમાઈ ગયેલી ભક્તિ વચ્ચે શ્રદ્ધા,
કચડાયા કરે છે પગે પગે , પરમાત્મા શુ સમજે શુદ્ધ આત્મા વગર.

ગગને થી આસું ઉતરીયા બૂંદ થકી,
ખોળે ઝીલે ધરતી ,  શુ ખબર પડે કબર ને કેટલા આસું પડ્યા તારા વગર.

✍️ ગિરીમાલસિંહ  "ગીરી"

Read More

ક્યારેક ક્યારેક આપણે સબંધ ને ધણાં બધા સબંધો થી જોડી નાંખી એ છીએ, એટલી હદ સુધી કે સુધી કે સાચો સબંધ તૂટી નથી જતો..

ગિરિમાલસિંહ ચાવડા

Read More

જીવન અને જીવનની મથામણમાં કા'ભટક્યા કરે છે, આ વિચારી જીવડો.

વિચારો અનેક છતાં એ વિચારોની માયાજાળમાં કા' ગુંચવાયો આ વિચારી જીવડો.

વિચારોના સમુદ્ર મંથનમાં ઝેર જેવા વિચારોને કા' ગળી નથી જતો, આ વિચારી જીવડો.

ખરાબ, કપટ સહી વિચારોને ધોઈને કા' સાફ અને સારા વિચારોના વરસાદમાં ભીંજાતો નથી,આ વિચારી જીવડો.

ધર્મ અને જાતિના કષ્ટદાયક વિચારોને છોડીને કા' એકતાના વિચારોને અપનાવો તો નથી, આ વિચારી જીવડો.

દરિયાઈ મોજા-રૂપી આવતી ભરતી અને ઓટ વચ્ચે આવતા ખુશી રૂપી વિચારોના મોજાને કા' પગ તળીયે સ્પર્શવા દેતો નથી, આ વિચારી‌ જીવડો.

ક્યારેક સુ:ખ અને દુ:ખ ના સતત આવતા રહેતાં વિચારો ને કા' આંકી નથી શકતો, આ વિચારી જીવડો.

(અહીં જીવડો એટલે કે મનુષ્યની વાત કરવામાં આવી છે.)


#KAVYOTSAV -2 #MatruBharti

લેખક:  ગિરીમાલ સિંહ ચાવડા "ગિરી"

Read More

                           "બુંદ"

"ગગનરૂપી ખોડામાંથી એક બુંદ જો પડી જીવનરૂપી ચાહ લઈ વિચારોમાં પડી."

શું હશે મારું ભાગ્ય હું બચીશ ? કે ઘુપ મા બળીશ.

"પડીશ અંગારો પર કે બનીશ કમળનું ઘરેણું"

"ત્યા આવી સોનેરી હવા પર્ણ ના માર્ગ થઈ જિલાઈ એક પ્રેરણારૂપી  હાથમાં"

"ઉદ્ભવ થયો એક પ્રેરણારૂપ જીવનનો આત્મારૂપી વિચારોથી"

"બન્યો એક માનવ વિચારક એક બુંદની પ્રેરણા થકી"

"ગગનરૂપી ખોડામાંથી એક બુંદ જો પડી જીવનરૂપી ચાહ લઈ વિચારોમાં પડી."

#KAVYOTSAV -2 #MatruBharti

:ગીરીમાલ સિંહ ચાવડા "ગીરી"

Read More

પરમતત્વ ને ભૂલાતો જોઉં છું,
હરપળે ખુદને બીજામાં તો જોઉં છું.

જન્મથી મૃત્યુ સુધીની સફરને ગેરમાર્ગે જ તો જોઉં છું.
ધર્મ-અધર્મ ના કાળરૂપી યુદ્ધમાં સ્વયંમ ને હણાતો જોઉં છું.

સત્યની કાંટાળી કેડી એ સત્યને કંટાતું જોઉં છું.
પ્રેરણા ના પથ પર ખુદ ને ખોવા તો જોઉં છું.

સફળતાની સંઘર્ષી રાહ ને ભુલાતી જોઉં છું.
ઝંખનાની આ દીવારૂપી વાટ ના અસ્તિત્વને બુજાતો જોઉં છું.

#KAVYOTSAV -2 #MatruBharti


લેખક : ગીરીમાલ સિંહ ચાવડા "ગીરી"

Read More

તારી પ્રેરણા નું વહેણ મને હરહંમેશ યાદ રહેશે,
તારું કહેલું એ કહેણ મને મુજ સમું હરહંમેશ રહેશે.

મારી જિંદગીની સાંકળ બની રહેતી તું,
તારું ઝાકળ સમાન અંતર મને હરહંમેશ યાદ રહેશે.

આભાર ખુદા-એ-જહા નો કે મુલાકાત શક્ય બની,
તારું સ્વપ્ન રૂપી સાનિધ્ય મને હરહંમેશ યાદ રહેશે.

થયું આગમન તારુ આંખોની પાંપણ થકી,
તારું આતિથ્ય મને હરહંમેશ યાદ રહેશે.

બન્યુ સૃષ્ટિનું સર્જન સફળતાના કષ્ટદાયક પંથ માં,
તારું આધિપત્ય મને હરહંમેશ યાદ રહેશે.

ઝાંઝવાના જળ થી પ્રગટાવી દીવાની વાટ ને,
તારું પ્રકાશનું ઉદગમ મને હરહંમેશ યાદ રહેશ.

#KAVYOTSAV -2 #MatruBharti

  લેખક : ગિરિમાલ સિંહ ચાવડા "ગીરી"

Read More