× Popup image

#15june status in Hindi, Gujarati, Marathi

  • #gujrati #quote #writersofinstagra #365days #365quotes #writer #writersnetwork #15june #poem #friends #friendship #love #family

    એ સાંજ કંઈક ખાસ હતી,
    વર્ષો પછી ની મુલાકાત હતી,
    દોસ્તી ની મહેફીલ ની આ વાત હતી,
    ચા ની ટપલી પર થયેલ અગણિત ફરિયાદ હતી,
    એ સાંજ કંઈક ખાસ હતી,
    વર્ષો પછી ની મુલાકાત હતી,
    જુની યાદ તાજી કરતા અસંખ્ય વાત હતી,
    સમય ચોરી મેળવી આ મુલાકાત હતી,
    એ સાંજ કંઈક ખાસ હતી,
    વર્ષો પછી ની મુલાકાત હતી,
    લાગ્યા જીંદગી ની દોડ માં,
    પછી કયા પહેલાં જેવી શાંતિની વાત હતી,
    એ મુલાકાત માં સુકુન ભરેલી આહ હતી,
    એ સાંજ કંઈક ખાસ હતી,
    વર્ષો પછી ની મુલાકાત હતી,
    વિડીયો કોલીંગ ના જમાના માં રુબરુ મુલાકાત ની એ સાંજ હતી,
    વોટસેપ ચેટીંગ છોડીને સામ-સામે કરેલી વાતો હતી,
    એ સાંજ કંઈક ખાસ હતી,
    વર્ષો પછી ની મુલાકાત હતી,
    દોસ્તી ની મહેફીલ ની આ વાત હતી.
    -હેતલ ગોહેલ