× Popup image

#માઁ status in Hindi, Gujarati, Marathi

 • #વ્હાલ #માઁ #દીકરી #મમતા #વાત્સલ્ય #પ્રેમ #ગુજરાતી #કવિતા #માતૃત્વ

  વ્હાલ...

  તારા પગલાં એ મને રંગીન કરી
  ઉભરાતા વ્હાલ માં હું સરી પડી

  તું ઢીંગલી છે મારી હીંચકે ઝૂલતી
  લડાવું લાડ એટલા ઓછા ગણી

  ----------------------------------------

 • #માં
  # પ્યારી માં
  # કવ્યોત્સવ 2
  માં તું જ મારો સંસાર

  હે માં તારા માટે હું એક જ વરદાન માંગીશ ભગવાન પાસે
  કે હું મરું પછી જ તું મર જે કેમ કે તારા વગર તો જિંદગી મારી ધુળ થઈ જશે અને તારા સ્નેહ વગર તો હું તો શૂન્ય રહીશ અને તારો વહાલ તો મારા માટે દરિયો છે માં.... હે...માં... તું જ તો છે મારો સંસાર....
  મને યાદ રહેશે કે તારા માર્ગદર્શન વગર તો મારો જીવન નો રસ્તો કોણ સમજાવશે અને કોણ સમજાવશે મને દુનિયાદારી માં તું જ તો છે મારો સંસાર...
  આ કાદવરૂપી સંસાર ની મોહમાયા કોણ સમજાવશે મને તારા વિના કેમ કે આ દુનિયા તો જોશે મને એક કોરી પાટી જેવો માં તું જ છે સંસાર મારો......
  મારા બાળપણ ની તું તો યાદગીરી છે મારી કેમ કે હું હસું તો તું હસે હું રડું તો તું મને છાનો કરે અને હું રમું તો તું પણ રમે મારી સાથે હું સંતાઉ તો તું મને ખોળે અને હું ખાઉં તો તું ખવડાવે મને અપાર પ્રેમથી અને હું રુઠું તો તું મનાવે મને માં તું જ તો છે મારો સંસાર.....
  મને એ પણ યાદ છે કે હું બીમાર પડું તો તું રાતદિવસ ના ઉજાગરા કરતી અને મારા સાજા થવા માટે તો જાતજાતના પ્રયત્નો કરતી અને પ્રાર્થના કરતી મારા સાજા થવાની તથા જ્યારે હું અસમજુ બાળક હતો તો હું બળકીયા બગાડતો અને તું રાતદિવસ જાગીને મારી ચિંતા કરતી કે મારો લાડકવાયો બીમાર ના પડે. માં તું જ તો છે મારો સંસાર.....
  માં... તું જીવન ના અંતમાં મને ચરણામૃત પણ તું જ પીવડાવ જે જેથી મને મુક્તિ મળે મારા સમગ્ર પાપથી હે માં તું જ છે તો મારો સંસાર.. કેમ કે તારું ઋણ ચૂકવી નહીં શકું આખી જિંદગી મહેનત કરીને કેમ કે તારા વાત્સલ્ય આગળ મારા મહેનતની કોઈજ કિંમત નથી તો તને મારા દિલ ના એક ટુકડાથી શત શત નમન. માં....હે....માં...તું જ તો છે સંસાર મારો...માં...માં...માં..

 • #kavyotshav 2

  #માં

  ગમે એ પરિસ્થિતિ આપે ભગવાન
  હું જીવી લઈશ
  બસ મારી માં તું હસતી રહેજે...

  એક રોટલો આપશે ભગવાન તો
  અડધો કરી ખાશુ
  પણ મારી માં તું હસતી રહેજે...

  હું કામ કરીને લાવી દઈશ તને પણ લુગડું
  જાણું તું ના જ પાડશે
  પણ મને ગમશે માં
  પણ મારી માં તું હસતી રહેજે...

  થાકી ને આવીશ ને મા તારી પાસે
  ત્યારે સુંવાળું ગોદડુ ન આપીશ તું
  મને તારા ખોળે સૂવડાવ જે,

  તને શીશ મહેલ ન આપી શકું
  પણ આપું આ ખોરડું
  જરા અગવડ પડશે માં
  પણ મારી માં તું હસતી રહેજે...

  તારા આશિષ નો હાથ મારા પર રાખજે
  મારી ભૂલો પર કાન પકડી ને તું વળજે
  પણ મારી માં તું હસતી રહેજે...

  ભવોભવ તું મારી જ માં થજો
  પ્રભુ પાસે માંગું હું એટલું


  મારા લાડકવાયા તારી ખુશી માં જ હું
  ખુશ છું,
  બસ તારી સાથે તું મને રાખજે..
  મારા દિકરા તું આમ જ ખુશ રહેજે..

  કુંજદીપ.

 • #માઁ નો પત્ર #દીકરી ને નામ#

  એક ગરીબ ઘર માં રહેતા પરિવાર માં દીકરી ના લગ્ન કર્યા લગભગ 6 મહીના થયા હશે ને માઁ ને વિચાર આવ્યો કે લાવ ને એક પત્ર લખું દીકરી ને ત્યારે માઁ એ એના દીકરા ને કહ્યું બેટા બહેન ને પત્ર લખતો ત્યારે દીકરા એ કહ્યું શું લખું ? માઁ એ કહ્યું બેટા હું આશા રાખું છુ કે તું તારા સાસરિયે ખુશ હશે અને અમે પણ અહીં ખુશ છીયે આજ તને યાદ કરતા થયું કે લાવ ને પત્ર લખું બેટા તારા સાસુ સસરા અને જમાઈ બધા માજા માં છેને તું એમ નું ધ્યાન તો રાખે છે ને હા મને ખાતરી છે કે તું એમ નું ધ્યાન રાખતીજ હશે તું તો અમારું નાક છે દીકરી અમને તારા પર પૂરો ભરોશો છે પણ બેટા મારી એક વાત યાદ રાખ જે કે તું જયારે પણ પિયર આવ ત્યારે તારા સાસુ સસરા ની સંભાળ લઇ ને આવજે કારણ કે તું એ લોકો નું સપનું છે જે એ લોકો એ એમના દીકરા ને જન્મ આપ્યા પછી જોયું હશે કે અમારા ઘર ની વહુ રૂપ થી નહિ પણ ગુણ થી ઓળખાશે એવી અમારા ઘર ની વહુ હશે તું એ સપનું ક્યારેય તોડતી નહિ કારણ કે દીકરી નું સુખ તો બધા ભોગવે છે પણ વહુ તો કોક ભાગ્ય શાળી ને મળે છે તું એમનું માન રાખજે દુન્યા માં એમનું નામ રાખજે એજ અમારી આશા છે
  લી. તારી માઁ...

  દિનેશ પરમાર "પ્રતીક"