Hey, I am reading on Matrubharti!

??Jay Hind??Jay Bharat??
???????

?❣❣❣?❣❣❣?
કોઈ તને ફૂલ નહિ મોકલે, કોઈ તને ચોકલેટ નહિ આપે,
તને શું લાગે છે ? આટલી સરળતાથી કોઈ તને ગળે મળશે ?
છેલ્લા શ્વાસ સુધી તારી સાથે હોય, એવો ડ્યુરેબલ પ્રેમ તને કોણ કરશે ?
એક કામ કર. આંખો બંધ કર અને એક આખો જણ તારામાંથી બહાર નીકળશે.

ફ્રન્ટ કેમેરા ઓન કર, પોતાની જાત સાથે વિડીયો ચેટ કરી જો,
ચહેરાઓ આવશે અને જશે, એક વાર પોતાના આત્મા સાથે ફરી જો.
ક્યાં સુધી પરફ્યુમ છાંટીને, બીજાને ઈમ્પ્રેસ કર્યા કરીશ ?
જાતની સુગંધ ઈગ્નોર કરીને, ક્યાં સુધી બગીચામાં ફર્યા કરીશ ?

વેલેન્ટાઈન તો અંદર જ હોય. જાતને શોધવામાં ખોવાઈ જાવ, પછી જ એ જડે.
પ્રેમ કરવાની પહેલી શરત જ એ છે દોસ્ત કે સૌપ્રથમ તો જાતને ગમાડવી પડે.
ટ્રાય તો કર. અરીસા સામે ઉભા રહીને પોતાને એક કિસ તો કરી જો,
ભીડના ખાલીપાની વચ્ચે, એક વાર પોતાની જાતને મિસ તો કરી જો.

ઉદાર થઈ જા. પોતાની સાથે જ લોંગ ડ્રાઈવ પર જા, એકલો સ્માઈલ કર.
તારી જ કોઈ વાત પર તું બ્લશ થઈ શકે છે, એક વાર જાત સાથે ફ્લર્ટ કર.
એક વાર જો તને પોતાની જાત ગમશે, પછી આખી દુનિયા તને વ્હાલી લાગશે
પછી "તું વારંવાર પ્રેમમાં પડ્યા કરીશ અને વારંવાર લોકો તને ફૂલ આપશે..."???

-ડૉ. નિમિત્ત ઓઝા???

Read More

???????

રોઝ ડે, ચોકલેટ ડે અને કઇક કેટલાય ડે..
આવશે અને જશે
પણ સ્ત્રીને કોઇ પુછશે કે તે શું ઈચ્છે છે?

ના ઘુટણીયે પડીને ગુલાબ આપો,
ના મનગમતા લેખકની કિતાબ આપો,
ન જોઈએ રૂ જેવાં પોચકા રમકડાં
ન જોઈએ મધમીઠી શાયરીના ગતકડાં
હે પુરુષ..
જો આપવું જ છે ...તો...
મને મારા ભાગનું
એક ટુકડો આકાશ આપો...
જયાં હું ઉડી શકું,
મન ભરીને વિહરી શકું,
હે પુરુષ...
એકમેકનાં પુરક આપણે
મૈત્રી ભર્યો બસ સાથ આપો...
એક વ્યક્તિ તણા અધિકાર આપો..
સ્ત્રી હવે પુરુષ સમકક્ષ,
સ્ત્રી હવે પુરુષથી ચાર કદમ આગળ,
ન શબ્દોના આવા ઠાલા હાર આપો
હે પુરુષ..
આંખોમાંથી ' કામ' ના કાજળ કાઢી નાખો
અંદર છુપાયેલી અપેક્ષાઓ ને બસ
એક હદમાં બાંધી રાખો...
આપવું જ છે...તો..
મને મારા ભાગનું
એક ટુકડો આકાશ આપો..!!!???

Read More

???????

epost thumb

ગયા ચોમાસાની યાદ તાજી થઇ જાય...
પલળવા આજે જો તું રાજી થઇ જાય,

અઢી અક્ષરની વાવણી કરી દે દિલમાં...
બંધ પડેલી ધમનીઓ સાજી થઇ જાય,

કહેવાય છે પ્રેમતો રમત છે ચોપાટની...
તો ચાલ હવે એકાદ બાજી થઇ જાય,

પ્રેમ,ચાહત,ઇશ્ક,મુહોબ્બત,જે કહે તું...
લાગણી મારી બધી નમાજી થઇ જાય,

તારી 'હા' નું હોવું જ પૂરતું છે પુરાવામાં...
પછી ભલેે ગામ આખું કાજી થઇ જાય,

કસક જામી છે હૈયે જોને તારી યાદમાં...
પ્રેમરસ જો તું પાય,ગંગાજી થઇ જાય,

- જી.જી.ત્રાડા.

Read More

❣❣❣???❣❣❣

ગલીએ ગલીએ અહી
" બેફામ " મળે છે .

ઘેર ઘેર અહી
" ઘાયલ " મળે છે .

રોગ જ આ
" પ્રેમ "નો એવો છે દોસ્ત ,

દસમાંથી આઠ એના
" મરીઝ " મળે છે ...❣❣❣

Read More