કોઈના જીવનમાં આવવાથી જિંદગી કેટલી બધી બદલાઈ જાય... નહિ ??? મારી સાથે પણ કંઈક આવું જ થયું. એના આગમનથી હું સાવ જડમૂળથી બદલાઈ ગયો. મારા શબ્દો, મારી વાર્તાઓ, મારા આર્ટિકલમાં જાણે એક નવો જ નશો ચઢી ગયો. પહેલા માત્ર લખવા માટે લખતો. આજે ચોક્કસ લક્ષ સાથે લખી રહ્યો છું. જીવનના ઘણાં ઉતાર ચઢાવ જોયા. ઘણી વ્યક્તિઓનો ભેટો થયો. પણ દિલને સ્પર્શી જાય એવી એક જ વ્યક્તિ આ જીવનમાં મળી. ઓછા શબ્દોમાં એના વખાણ કેમ કરું ? એ આજે મારા જીવનમાં નથી પણ મારુ જીવન બની ગઈ.. એ છે મારી"કેપ્ટન".

આજકાલ માણસો મનુષ્યને પ્રેમ કરવાને બદલે ઈશ્વરમાં આસ્થા વધારે રાખે છે, જીવતા જાગતા ઈશ્વર જેવા માણસની કિંમત નથી કરતો અને મૂર્તિરૂપી રહેલા ઈશ્વરના ગુણગાન ગાય છે, દેવ જેવા મા-બાપ ને વૃદ્ધાશ્રમમાં કે ઘરના કોઈ ખૂણામાં એકલા મૂકી અને તીર્થધામની યાત્રા પર જાય છે, શું એ યાત્રાઓ સફળ થાય ખરી ? ખુદ ઈશ્વરે જ કહ્યું છે કે હું જીવ માત્રમાં છું તો પછી મૂર્તિમાં રહેલા એ દેવને પૂજવાનો શુ અર્થ ? હા દરેક વ્યક્તિની આસ્થા મંદિરમાં ટકેલી છે એ વાત સાથે હું સહમત છું, હું પોતે પણ મંદિરમાં દર્શન માટે જાઉં છું, પણ આંધળા બની અને ઈશ્વરમાં તલ્લીન થઈ પોતાના સ્નેહીઓનું પણ સારું ના ઇચ્છનારો માણસ ક્યાં જઈ અને સુખી થશે ?????

મંદિરની બહાર તમારું બાળક કોઈ 50 રૂપિયાની વસ્તુ માટે રડતું હશે તમે અને મારી સમજાવી અને છાનુ રાખશો... પણ જે ઈશ્વર તમારી પાસે કઈ નથી માંગતો એ ઈશ્વરના મંદિરમાં રહેલી દાનપેટીમાં તમે 100ની નોટ અર્પણ કરી દેશો....

પોતાનું કોઈ સ્વજન મૃત્યુ પામ્યું હશે તેના શોક સંસ્કારમાં તમારા માથે રહેલા વાળ સારા નહિ દેખાવ એ શરમમાં નહિ ઉતારો પણ જો તિરુપતિ દર્શનાર્થે જવાનું થશે તો તમે હસતા મુખે પોતાના વાળ ત્યાં અર્પણ કરી ને આવશો અને કોઈ પૂછશે તો એક અભિમાન સાથે કહેશો કે "તિરુપતિ દર્શન કરી ને આવ્યો."

શું કામની એ ભક્તિ, એ આસ્થા, જો તમે જીવતા માણસ ને પ્રેમ ના કરી શકો તો તમને ઈશ્વર ને પ્રેમ કરવાનો કોઈ અધિકાર નથી..

#નીરવ_પટેલ "શ્યામ"

Read More

અમારી એક નાની પહેલ 🚶
અને તમારું એક નાનું યોગદાન🤳
કોઈનું જીવન બનાવી શકે છે 🙏🙏

માઇક્રોફિક્શન
"સ્માર્ટ ફોન"
લે. નીરવ પટેલ "શ્યામ"

"રાહુલ, પિંકી ચાલો જમવા"
"કેટલી બુમો પાડું છું તો પણ આ છોકરા સાંભળતા જ નથી, મોબાઈલમાં જ પેસી રહે છે ? શું મળતું હશે એમાં ?"
મમતાબેન છોકરાઓને બુમો પાડતાં રહ્યાં પણ એમનો ૨૦ વર્ષનો રાહુલ પબ્જી રમવામાં વ્યસ્ત હતો અને ૨૪ વર્ષની પિંકી ટિકટોકના વિડિઓ જોવામાં. મમતાબેન ડાઇનિંગ ટેબલ પર જમવાનું તૈયાર કરી રાહ જોવા લાગ્યા. આ તો રોજનો નિત્યક્રમ થઈ ચૂક્યો હતો. મમતાબેન ગુસ્સો પણ કરતાં તોય છોકરાને કોણ સમજાવે !! છોકરાઓને મોબાઈલમાંથી પરાણે બહાર કાઢી જમવા બેસાડતાં.
આવતી ૨૪ માર્ચે મમતાબેનનો જન્મ દિવસ આવતો હતો. રાહુલ અને પિંકીએ પોતાના પોકેટ મનીમાંથી થોડા પૈસા બચાવ્યા હતાં. મમ્મીને ગિફ્ટ આપવા. જન્મ દિવસના દિવસે જ રાહુલ અને પિંકીએ મમતાબેનને સ્માર્ટ ફોન ગિફ્ટ કર્યો. ધીમે ધીમે મમતાબેન ફોન વાપરવાનું પણ શીખી ગયા.
થોડા દિવસ પછી રાહુલ અને પિંકી ડાઇનિંગ ટેબલ ઉપર જમવા માટેની બુમો પાડી રહ્યાં હતાં અને મમતા બેન રસોઈ કરતાં કરતાં યુ ટ્યુબ પર કુકિંગ શૉ જોવામાં વ્યસ્ત હતાં.

લે. નીરવ પટેલ "શ્યામ"

Read More

માન્યું કે અમે પારકા છીએ,
પણ પોતાના કેટલા એ સાથ આપ્યો એ બતાવ....
પ્રેમ થઈને ધોધમાર વરસવાનું તને નહિ ફાવે,
પણ કમોસમી ઝાપટાં જેવી લાગણી તો જતાવ....

#કેપ્ટન @શ્યામ

Read More