I LOVE INDI@

ક્યાં શોધે છે તું મને!??

એક વખત તારા અંતરના દ્વાર ખખડાવી તો જો
મળીશ હું તને તારા જ હ્દય માં
પછી નહીં ખખડાવવા પડે કોઈ દ્વાર મંદિરના

એક વખત તું તારા હ્રદયનો શંખ વગાડી તો જો
સાંભળી લઈશ હું એક જ ક્ષણમાં
પછી નહીં વગાડવા પડે કોઈ ઘંટ મંદિરના

એક વખત ધ્યાન તો ધરી જો હ્દય થી
મળીશ હું તને તારી જ નિશ્વાર્થ ભાવનાઓ માં
પછી નહીં શોધવા પળે કોઈ પુજારી મંદિરના

એક વખત નીરાકાર ને ભજી તો જો
મળીશ હું તને તારી જ આત્મામાં
પછી નહીં પુજવી પડે કોઈ મુર્તિ મંદિરમાં

એક વખત પોતાની ભુજા ઓ પર ભરોસો કરી તો જો
મળીશ હું તને તારા જ પડછાયા માં
પછી નહીં બતાવવી પળે હથેળી કોઈ જ્યોતિષી ને
Dip@li

Read More

સાંજ

તારી મારી વચ્ચે એ એક તો વાત હતી
આ સાંજ જ હતી જે બધું જાણતી હતી
આંસુઓ ને વહાવવા ની દિવસ ની આતો એક પળ હતી
દિવસ ને રાત સાથે મળાવતી , સોનેરી માંથી
લાલ થઈ ને ઢળતી એ તો એક સાંજ હતી
દિવસ ક્યાંક છતાં ના કરીદે એ તારા વિરહના
આંસુઓને છુપાવતી એ તો એક સાંજ હતી
તારી મારી પ્રિત જાણ નારી એ તો એક સાંજ હતી
તારી મારી વચ્ચે પણ ક્યાં કોઈ વાત હતી!?
દિવસ-રાત વચ્ચેના થોડાક પળોની તો એ વાત હતી
તારી મારી વચ્ચે પણ આમજ એક સાંજ હતી

Dip@li

Read More

અડધી રાતે...,,,,

જે વેદનાને ભુલાવવા આંખો દિવસ ટુંકો પડતો
આજે ફરી એ વેદના જગાડી ગઈ આ અડધી રાત

ભુલો તો હું તારા પર થોપવા આવી હતી
પણ ગુનેગાર મને બનાવી ગઈ આ અડધી રાત

'તારા મારા સંબંધ નું શું પ્રમાણ છે કાંઈ!?'
એ સવાલ પુછવા મજબુર કરી ગઈ આ અડધી રાત

'આવી શું કામ તળપે છે મારા માટે!?'
એ સવાલ મા જવાબ પણ આપી ગઈ આ અડધી રાત

છેલ્લે મને મારી નહીં પણ તારી કરતી ગઈ આ અડધી રાત ,,,,,

Dip@li

Read More

ચાલ સજાવટ કરીએ

નિરાશા ને ભુલી આશાની એક સજાવટ કરીએ,
દુ:ખને ભુલી હાસ્યની એક સજાવટ કરીએ,
નફરતને ભુલી પ્રેમની એક સજાવટ કરીએ,
તારું મારું ભુલી આપણા ની એક સજાવટ કરીએ

ચાલ હીન્દુમુસ્લિમબૌદ્ધઈસાઈ ભુલી માનવતાના એક ધર્મની સજાવટ કરીએ,,,

Dip@li ,,,,,,

#સજાવટ

Read More

#જીવન

તારા વીનાનું મારું જીવન એટલે,,,!!??

પાણી વીનાની નદી

એક દિવસ તારા હોવાના કારણે એ નદી પાણીથી છલકાતી
અને આજે તારા વિરહના તડકાએ એને ઉંડેથી ચીરી નાખી,

Dip@li,,,

Read More

સ્ત્રી છું,,,,
એટલે સહારાની નહીં પણ સાથી ની જરૂર છે
સહારો માત્ર મંઝીલ સુધી નો જ હોય
પણ સાથી
સાથી તો એ મંઝીલ ની સફળતા અને નિષ્ફળતા ના અંત સુધી હોય,,,

Happy Woman's Day ??



Dip@li


#સાથી

Read More

તું બની જા ડોર મારો
હું બનુ પતંગ તારી
તારા સહારે હું ચૂમી લવ આકાશ ને
Dip@li

#પતંગ

તારા પ્રત્યેના મારા પ્રેમને હું કેવી રીતે વ્યક્ત કરું!?
એતો એ ખરા સોના જેવો છે
જેના કેટલાય પણ ટુકડા કરે આ દુનિયા
પણ એની કિંમત એજ રહેવાની

Dip@li


#અભિવ્યક્તિ

Read More

तेरे चेहरे की मुस्कान पे हम अपना सबकुछ लुटाने को तैयार थे

पर एक तुम थे जो हमें देख कर कभी मुस्कुरा ये ही नहीं

Dip@li

Read More

તારી ઉપસ્થિતિ એટલે ભર ઉનાળે રેગીસ્તાનમા મળેલ ઠંડા માટલાનું પાણી

જેને પીધા વગર પણ ના ચાલે અને ખાલી કરવાનું પણ મન ના થાય
Dip@li

Read More