Am a literature lover since childhood , love to read stories and new articles and believe into constant learning. Reading ad writing are something, which contribute most to it. Am sure , Matrubharti, would provide me a with platform to update my knowledge and improve my capabilities .

# Eyes
A lot of things broke my heart ? but fixed the vision of my eyes

અંતિમ અલવિદા.....

શું સાચે જ અે છોડી ગયો ?

અે તો તેણી ની જાન હતો. એના વગર એકેય મિનિટ ના ચાલતું..અે હતો તો એનું જીવન મધુર અને સંગીતમય હતું.
અને આમ અચાનક અે દગો દઈ ને ચાલ્યો ગયો ?

માન્યા માં જ નથી આવતું...

એને સજીવન કરવાના બધાં જ ઉપાયો નકામા ગયાં,
ત્યારે ભારે હૈયે એણે " અંતિમ અલવિદા " કર્યું,
..................પોતાના મોબાઈલ ને ...

.........અને.....અને......અને શું?
..........નવા મોબાઇલ નો ઓર્ડર કર્યો?? !!

Read More

ઘરેલુ આતંકવાદ
*************

આ લોકો બહાર ના આતંક થી બીવે છે. અને હું મારા ઘર ના આતંક થી ધ્રુજી જઉં છું. રોજ મારી પત્ની જુદા જુદા પ્રકાર ના આતંક કરતી હોય છે.
*આજે તો હું રસોઈ બનાવવાની જ નથી.
*આ ભાજી ચૂંટવામાં મદદ કરો ને !
*આજે રવિવાર છે આપણે શોપિંગ કરવા જઈશું.હા હા, તમારે ના કરવું હોય , તો કંઈ નહીં, બેગો તો ઊંચકવા કામ લાગશો.
*આ ફલાણી જગ્યા અે નવું exhibition લાગ્યું છે. મને કાર માં લઇ જાવ.
*આજે રિમોટ મારા હાથ માં જ રહેશે. આ શું આખો દિવસ ટેસ્ટ મેચ જોતાં બેઠા રહો છો? આપના છોકરાં ની ટેસ્ટ નજીક છે, તેમાં ધ્યાન આપો ને !
*ભાઈસાબ, આ ભીનો ટોવેલ કેમ પથારી માં મૂક્યો ? જાવ અબી હાલ બહાર સૂકવી આવો.
*આ હું વોટ્સએપ માં બીઝી હોઉં, ત્યારે મને ડિસ્ટર્બ ના કરો.
*આ કેન્ડી ક્રશ ગેમ પૂરી થવા તો દો, બસ આઇ ને તરત જમવાની જ પડી છે. કોક દાડો અડધો કલાક મોડું થાય, તો શું ખાટું મોળું થઈ જાય ?
*સારું શાક લાવતાં ક્યારે શીખશો ?
*વેકેશન પર ક્યારે જઈશું ? ( દર બે મહિને આ પૂછે )
*આ બાજુ વાળા લલીતાબેન ને એમના પતિ અે હીરા નો સેટ અપાવ્યો. મારા તો નસીબ જ ફૂટલાં..
એ કોઈ બચાવો.. નહીંતો એટ લીસ્ટ, આ આતંકવાદ ના રોજિંદા હુમલા નો ઉપાય તો બતાડો !

Read More

શું લખું શું લખું ની થાય રોજ ગડમથલ
વિચારો અે કાપી આજે લાંબી દડમજલ !

વિચારો નુ ખાતર નાખી રાહ જુવે વિચારો
વિચારો અે આજ હંફાવ્યા છે વિચારો !

કંઇક નાનકડો પણ ઉગશે જરૂર વિચાર
કૂંપળ ની માફક ફૂટશે કુમળો એક વિચાર !

વિચારો ના વસવાટ થી શબ્દો ઉગશે અપાર
ને પછી કાગળ પર ઉતરશે ગઝલ બની ને વિચાર !

Read More

અદકેરું બાળપણ :
************
જન્મી ને દાંત આવે ત્યાં ખીચડી ને બદલે પડીકાં
બે વર્ષ થતાં થતાં માં તો લાગે ટીવી ના ચસકા

ચાર વર્ષ થતાં થતાં માં મોબાઈલ ને મચડો
છ વર્ષે દસ કિલો ના દફતર નો ભાર ઊંચકો

આઠ વરસે ઈતર પ્રવૃત્તિઓ માં ભાગ લેવાની હોડ
દસ વરસે બધી હરીફાઈ માં આગળ વધવાની દોટ

' ટીન ' માં આવતાં આવતાં બસ વિજાતીય આકર્ષણ
સોળ થતાં થતાં માં બોર્ડ ના માર્ક્સ લાવવાનું ભારણ

ક્યાં ગઈ અે નિર્દોષતા ને ક્યાં ગયું અે ભોળપણ
પ્રભુ તારા કળિયુગ માં ખોવાયું કુમળું બાળપણ

Read More

હું યાદ કરું તમને તો દોડી ને આવજો
પડે તમારી જરૂર તો દોડી ને આવજો !

ગાયબ તો એમ થાવ છો,
જાણે વાદળ પાછળ છુપાયેલ ચાંદ
હું સાદ પાડું તમને તો દોડી ને આવજો !


:- પ્રિય ધૂળજી ને માલકિન તરફ થી પ્રેમપત્ર?

Read More

કે ક્યાં થી આજ સફાળી બેઠી થઇ સંવેદના
કે અજાણતાં જ આજ જાગી ગઈ વેદના
લાગણી ના મૂળ તો વાટી ને દીધાં 'તા દાટી
તો ય કેમ કરતાં ઉગી ગઈ લતા થઈ વેદના
આ ભીની પ્રેમ ની કૂંપળો કેમ કરું સુકવું
કે વાસંતી વાયરા ને ય વીંધી ગઈ વેદના
હું પરોવું જીવ જેમાં, એમને નથી મારી ખેવના
કે ઉછાળી ને લાગણી હું ઝીલી ગઈ વેદના
દ્વાર હોય રૂદિયા ને, હું કરી લઉં સજડ બંદ
કે બંદ બારણે ય ટકોરા મારી ગઈ વેદના

Read More

વરસાદી સવારે મોર્નિંગ વોક ?
.... વાદા તો નિભાયા..

વિક્રમ સંવત ૨૦૭૬ માં નવા વર્ષ ના દિવસે મને પણ ઝનૂન ઉપડ્યું કે આ વર્ષે તો શરીર માટે કંઇક કરવું જ છે. પણ હમણાં મીઠાઈઓ પતવા દો, પછી વાત. છેવટે, લાભ પાંચમ ના દિવસે મૈં ને ખુદ સે વાદા કિયા કે અબ સે હર રવિવાર કો મેં વોક પે જાઉંગી, ચાહે કુછ ભી હો જાયે.

એના ભાગ રૂપે આજે સવારે નવા શૂઝ પહેર્યાં અને વોક માટે નીકળી. બહાર જોયું તો ફરફર વરસાદ ચાલુ હતો. છટ.. એટલા માં શું બીવાનું !. ને આપણે ગાર્ડન બાજુ પ્રયાણ કર્યું. ત્યાં તો વરસાદ વધ્યો. પલળી જવાય એટલો બધો ! એક ઝાડ નીચે ઊભા રહી અને ભગવાન ને મેં પ્રાર્થના કરી, કે આમ હું તમને મોટી બાબતો માં ડિસ્ટર્બ કરતી નથી , માટે ફાસ્ટ ટ્રેક ક્વોટા માં મારી નાની બાબત ની પ્રાર્થના સ્વીકારો. આ વરસાદ બંદ થાય, ને હું મારો વાયદો પૂરો કરું.

ભગવાને ઇન્સ્ટન્ટ જ, મેગી ની જેમ પરિણામ આપ્યું અને વરસાદ ધીમો થયો. મેં પણ ધીમા અને મક્કમ પગલે ગાર્ડન બાજુ પગ ઉપાડ્યા. હવે ભીનાં રસ્તા, કાદવ, કીચડ વગેરે નું સુંદર પ્રભાતી સૌન્દર્ય માણ્યા વગર છૂટકો જ નહોતો. ત્યાં રડ્યા ખડ્યા માણસો જ આવેલા, અને મોટા ભાગે બધા ઘરડાં ડોસા કાકાઓ..ખાલી એમની પત્નીઓ જ આવા વરસાદ માં એમને છત્રીઓ સાથે મોકલી આપે. મારા જેવું યંગ અને બ્યુટીફુલ તો કોઈ આવ્યું નહોતું. એક સાથે ઊભા રહી ને બધાં સેલ્ફી નો પ્રયત્ન કરતાં હતાં પણ સેલ્ફી માં ક્યાં એમના ફેસ આવતા, ક્યાં ખાલી છત્રીઓ ! ત્યાં તો પાછો ફુલ્લ વરસાદ ચાલુ થયો.

ત્યાં દૂર સુંદર મોર દેખાયો, પણ અે સ્થિર બેઠો હતો. જાણે કહેતો હોય કે હવે હું કંટાળ્યો છું, હું નથી નાચવાનો, બસ ! એક ભાઈ હુ ઉ ઉ ઉ ઉ... યે શામ મસ્તાની.. મોટ મોટે થી લલકારી રહ્યા હતા. બીજા ભાઈ આજા સનમ મધુર ચાંદની મેં હમ...એમ સવારે ગઈ રહ્યા હતા. એક બેન રોજ કૂતરા ને દૂધ પાવા કોથળીઓ લઈ ને આવતાં, પણ આજે બુદ્ધિશાળી કૂતરા વરસાદ માં પલળવા નીકળ્યા જ નહીં ને..

ચાલી ને બહાર આવી તો નાસ્તા અને સૂપ માટે લારીઓ પર યંગ અને બ્યુટી ફૂલ ની લાંબી લાઈનો હતી. હું નિસાસો નાખી ઘર બાજુ વળી. બેલ મારી તો પતિદેવે બારણું ખોલ્યું અને મને લથપથ જોઈ ને પૂછ્યું, ' શું થયું ? ' . મેં પણ જવાબ માં કાકાઓ ની અસર માં ગીત લલકાર્યું .. બચતે બચાતે.. છુપતે છુપાતે.. તુમ ક્યાં જાનો કૈસે આઇ.. વાદા તો નિભાયા..

એમણે આશ્ચર્ય થી બાલ્કની માં જોયું. ઉપર સૂરજ મીઠું મરકતો હતો. ને તડકો જીભડો કાઢી ને મને ચિડવતો હતો .

Read More

वोह चले आए सरेआम मेरे दिल में,
हादसे कहां इजाज़त ले के आते हैं !

ઉત્સાહ અને ઉમંગ ઉગાડી ગઈ આ દિવાળી
એકમેક ના દિલ ના દિવા પ્રગટાવી ગઈ આ દિવાળી !!
જોયા નહોતા વર્ષો થી, કંઇક ચહેરા જાણીતાં;
બસ થોડી વાર માટે ય એની ઝલક દેખાડી ગઈ આ દિવાળી !!
લૂંટો અમાસે આનંદ , પાછળ આવશે જ અજવાળી રાત;
અવિરત આશા ના કિરણો જગાડી ગઈ આ દિવાળી !!

Read More