Gujarati Poem videos by Jay Piprotar Watch Free

Published On : 17-Jan-2020 10:52am

11 views

પાપણે તારી પલ માં જુકી અમને મોહી લીધા,
કચ્છ અને કાઠિયાવાડ ને આજ ભેગા કરી દિધાં..

ફુલ પાખડી હોઠે તારા મુસ્કાન મીઠી દિધી,
છાતી હોહરવી નીકળી એ સૌરાષ્ટ્ર આખું વીંધી..           
                                                                              
કામણગારી આખ્યું તારી મારા દિલને કરે ઘાયલ,
કાંટો કાઢી પગથી બાવળનો પંપાળે એને સાજણ..

નજરે તારી હું ઈટાણો અધરસ્તે થયો પાગલ,
સોરઠ ધરે ડણકુ દે આજ પાછો સાવજ..

ગાલ ગુલાબી ખાડા વાળા રૂપાળું સુંદર રુપ,
આંખ ચોટી ગય જોય તને આવું સુંદર મુખ..

કચ્છની છોરી એક દિઠી તોય મુંજાય જયલો,
જગ આખાનાં નકશામાં મને કછડો લાગે વાલુડો..
    


                                         

0 Comments

Related Videos

Show More