Gujarati Good Morning videos by AJ Aishwarya Watch Free
Published On : 18-Jan-2019 08:00am177 views
13 Comments


ભૂતનાથ આ ફિલ્મ મા તો અમિતાભ બચ્ચન સિવાય કોઈ એક sweet જોશીલા દાદાજી નો role ના કરી શકે!

ખૂબ સાચી વાત કહી છે રૂપલ જી ! આટલી બારીકી થી નિરીક્ષણ કરવા પરજ ખબર પડે કે એક અભિનેતા ને એક ફિલ્મ પાછળ કેટલી મહેનત કરવી પડે છે

મર્દનો રાજુસિંગ,કૂલીનો ઇકબાલ ખાન,શરાબીનો વિકી કપૂર, યારાનાનો કિશન કુમાર,અજૂબા નો અલી,શાન નો વિજય કુમાર,દોસ્તાનાનો વિજય વર્મા , દિવાર નો વિજય વર્મા , કભી કભી નો અમીત,કાલા પત્થર નો વિજય પાલ સિંગ,ખુદાગવાહનો બાદશાહખાન, અમર-અક્બર-એન્થોનીનો એન્થોની,ડોનનો વિજય,નમક હલાલનો અર્જુન સિંહ,સિલસિલેનો પ્રેમી,જંજીરનો એંન્ગ્રી યંગ મેન,શહેનશાહનો વિજયકુમાર શ્રીવાસ્તવ,અગ્નિપથનો વિજય દિનાનાથ ચૌહાન,શોલેનો જય,બાગબાઁ ના મોટાભાઇ,કભી ખુશી કભી ગમના યશવર્ધન રાયચંદ,મહોબ્બતેંના નારાયણ શંકર ,

વાહ! AJ Aishwarya ખૂબ સુંદર રજુઆત કરી છે . કોઇપણ વ્યક્તિને હાર ત્યારે નથી મળતી જયારે લોકો કે એનુ પોતાનુ નસીબ એટલે કે નિયતિ એને હરાવે .હાર તો ત્યારે થઈ કેવાય કે જયારે વ્યક્તિ પોતાનો મનોબળ પોતાની હિંમત પોતાની ધીરજ ગુમાવી બેસે .એટલે દુનિયા હરાવે ને તમે હારો તો ચાલે પણ તમારા આત્મવિશ્ર્વાસને હંમેશા જીવતો અને જીતતો રાખવો... અને હા મને એમની ઝંઝીર મુવી બહુ ગમે કારણ કે એમા એમણે પોલીસની ફરજ ,પરિવારની રક્ષાનુ કર્તવ્ય , અને દોસ્તીનો રોલ બખૂબી નિભાવ્યો છે અને એટલે જ એઓ સદીના મહાનાયક તરીકે ઓળખાય છે.

જીવન નાં હર પડાવ કૈક ને કૈક શીખવે છે. ઉગતા સૂરજ ને પુજનાર લોકો ફરી બીજા દિવશે ઉગતા સૂરજ ને પૂજે છે..... બધાની સામે ટકી રહેવું અને જીવન નાં અલગ અલગ રોલ ને સ્ક્રીન પ્લે અને રીલ પ્લે કરી ને જે સફળતા મળે એ અલગ હોય છે...બંને ની વચ્ચે સંતુલન જાળવી અને કામ કરવું આ સદી નાં મહાનાયક ની એક ની નય પણ બધાં ની મહાનતાં છે...... લાસ્ટ નૉ બોલ :: પહેલો નંબર ટકાવ્યો એટ્લે સદી નાં મહાનાયક બની શક્ય..??

તેમની stardom ની life જોઈને કોઈને ખ્યાલજ ના આવે કે આ માણસ પરદા ઉપર ના ફિલ્મ ની લડાઈ ના scene ને છોડીને, જીવન ની પણ એક અલગ લડાઈ લડી રહ્યા હશે !

હા હા . રવિ જી શોલે તો એક એવી ફિલ્મ છે જે આપણા દેશ ના દરેક ઉમર ના વર્ગ એ જોઈજ હશે ! સદી ની એક યાદગાર ફિલ્મ !!
"આ સમય પણ જતો રહેશે" આ વાક્ય હંમેશા મારા મગજમાં ફર્યા કરે છે... અને એટલે જ કદાચ બૌ વધુ અપેક્ષા પણ નથી રહેતી અને બહું દુઃખ પણ નહીં...